Homeગુજરાતટેટ પાસ ઉમેદવારોમાં પ્રવાસી શિક્ષકોના નિર્ણય સામે રોષ કેમ ભભુક્યો જાણો

ટેટ પાસ ઉમેદવારોમાં પ્રવાસી શિક્ષકોના નિર્ણય સામે રોષ કેમ ભભુક્યો જાણો

-

આજના તાજા સમાચાર ગુજરાત Gandhinagar : ગાંધીનગરમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યા પર પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા સામે વિરોધ થઈ રહ્યો છે. ટેટ પાસ TET Pass ઉમેદવારોનો આક્ષેપ છે કે, કાયમી શિક્ષકોને Permanent Teachers બદલે પ્રવાસી શિક્ષકોથી Pravasi Shikshak Bharti Gujarat સરકાર કામ ચલાવવા માંગે છે. મહત્વની વાત છે કે 18,000 જેટલી ખાલી પડેલી જગ્યા પર ભરતી કરવાના કારણે ટેટની પરિક્ષા પાસ કરેલા 1 લાખ કરતા વધારે ઉમેદવારો રોષ પ્રગટ કરી રહ્યાં છે. સાથે જ સરકાર વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરી રહી હોવાના પણ ગંભીર આક્ષેપો તેઓ કરી રહ્યાં છે.

વધુ વાંચો – ગાંધી, ટૉલ્સ્ટોયનો યુદ્ધભૂમિનો અનુભવ…

વીડિયો – યુક્રેનમાં ફસાયેલા યુવાનની વાત તો સરકારના બણગાંની પોલ ખોલે છે

સમગ્ર ઘટના એવી છે કે, તાજેતરમાં જ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રવાસી શિક્ષકની નિમણૂંક બાબતે જાહેરાત કરી હતી. રાજ્યના દુર્ગમ અને અંતરીયાળ ક્ષેત્રોમાં 10 હજાર પ્રવાસી શિક્ષકોની નિયુક્તીની તેમણે જાહેરાત કરી હતી. ત્યારે ટ્વિટ કરી તેમણે કહ્યું હતુ કે, કોરોનાની સ્થિતી બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

આજના તાજા સમાચાર ગુજરાત – ટેટ પાસ ઉમેદવારોમાં પ્રવાસી શિક્ષકોના નિર્ણય સામે રોષ

સરકારનો પરિપત્ર આ પ્રકારે છે.
ઉપર્યુક્ત વિષય પરત્વેના શિક્ષણ વિભાગના સંદર્ભ-1 ઠરાવથી રાજ્યની જિલ્લા/નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ પૈકી ખાલી રહેલ જગ્યાઓ નિયમિત રીતે ભરાય ત્યાં સુધી શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુથી તાસદી માનદ વેતનથી શિક્ષણકાર્ય કરાવવાની યોજના સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ છે. જે અન્વયે શિક્ષણ વિભાગના સંદર્ભ-2 પત્રથી ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22 માટે તાકીદે માનદવેતનથી પ્રવાસી શિક્ષકોની નિમણૂંક આપવાની મંજૂરી આપેલ છે. જે અન્વયે આ કચેરીના સંદર્ભ ના પત્રથી આપેલ તમામ જિલ્લાઓને પ્રવાસી શિક્ષકો ભરવા અંગેના માંગણાપત્રક સુચના આપેલ હતી. જિલ્લાઓ તરફથી મળેલ માંગણાપત્રક ધ્યાને લેતા શિક્ષણ વિભાગ મંજૂર કરેલ ગ્રાન્ટની મર્યાદામાં સાથે સામેલ એનેક્ષર- 1 થી પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવામાં આવે છે. જે કાળવેલ પ્રવાસી શિક્ષકોની મર્યાદામાં જિલ્લા શિણોલી જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી શાસનઅધિકરી કે નીચે મુજબની સાથે શરતોને આધીન 1 માર્ચથી 31 માર્ચ સુધીમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂક જિલ્લા અધિકારીએ કરવાની રહેશે.

Must Read