Monday, May 16, 2022

BJP ના ‘આઝાદી કા અમૃતોત્સવ’ સામે આજથી કોંગ્રેસની ‘આઝાદી ગૌરવ યાત્રા’

આજના તાજા સમાચાર ગુજરાત, Today Latest News Gujarati Live: હાલ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી એકદમ નજીક આવી રહી છે. ત્યારે રાજ્યમાં સક્રિય એવા દરેક રાજકીય પક્ષ Political Party યેનકેન પ્રકારને લોકો સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યાં છે. દેશની આઝાદીને 75 મું વર્ષ ચાલી રહ્યું છે જેનો આધાર લઈ ભાજપ BJP ‘આઝાદી કા અમૃતોત્સવ’ તરીકે ઉજવી રહ્યું છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસ Congress દ્વારા પણ અમદાવાદથી દિલ્હી સ્થિત રાજઘાટ સુધી પગપાળા ‘આઝાદી ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે અમદાવાદ સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

કોંગ્રેસ આયોજીત અઝાદી ગૌરવ યાત્રા અમદાવાદ ગાંધી આશ્રમથી દિલ્હીમાં રાજઘાટ સુધી એમ કુલ 1175 કિલોમીટરની યાત્રા છે. આજરોજ આ યાત્રાના પ્રારંભ વખતે મોટી સંખ્યામાં લોકો શ્વેત વસ્ત્રો ધારણ કરી હાથમાં ત્રિરંગો લઈ જોડાયા હતા. આ આઝાદી ગૌરવ યાત્રામાં મહિલા કોંગ્રેસના નેતાઓ પણ ભાગ લેતા જોવા મળ્ય હતા. હાલ આ યાત્રાની શરૂઆત થઈ છે જે 58 દિવસ સુધી ચાલશે અને દિલ્હીના રાજઘાટ ખાત પુર્ણ થશે.

latest News Gujarati/BJP ના ‘આઝાદી કા અમૃતોત્સવ’ સામે આજથી કોંગ્રેસની ‘આઝાદી ગૌરવ યાત્રા’

અમદવાદથી શરૂ થયેલી આ યાત્રા 58 દિવસે દિલ્હી પહોંચશે. આ દરમિયાન યાત્રા 10 દિવસ ગુજરાતના વિવિધ શહેરો અને ગામમાંથી પસાર થવાની છે. આ યાત્રા અંતર્ગત વિવિધ વિસ્તારોના 3 લાખ લોકો સુધી સીધા સંપર્ક કરવાનો કોંગ્રેસે પ્રયાસ કરશે. યાત્રા દરમિયાન દરેક ગામમાંથી અન્ન, પાણી અને માટી લેવામાં આવશે, ત્યાર બાદ આ આ પાણી અને માટી દ્વારા દિલ્હીમાં રાજઘાટ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવશે. આ યાત્રામાં સતત 75 યાત્રીઓ પગપાળા સફર ચાલુ રાખશે, દરેક ગામોમાં જઈને આઝાદી માટે બલિદાનની વાતો કરશે.

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...