જામનગર : જામનગર નજીકના SSB કેમ્પ પાસે વાલ્મિકી વાસમાં રહેતા પ્રૌઢનું નિદ્રાધિન અવસ્થામાં બેભાન થઈ જતા સારવાર દરમિયાન મોત થયં હતું. મૃતક વૃધ્ધ દિનેશ વેલજીભાઈ રાઠોડ હોવાની માહિતી મળી રહી છે. વૃધ્ધને બેભાન અવસ્થામાં હોય સારવાર માટે ખસેડ્યા હતા દરમિયાન તેમને ડોકટરે મૃત જાહે કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ બનાવ જામનગર (Jamnagar)ના બડેશ્વરમાં આવેલા વાલ્મિકી વાસમાં રહેતા દિનેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ 50 તેમના ઘરે ઉંઘમાં હતા. દરમિયાન તેમને બેભાન હોય સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવરા દરમિયાન ફરજ પરના તબીબે વૃધ્ધને મૃત જાહેર કર્યા હતા. પિતાના મૃત્યુની જાણ તેમના પુત્ર કેતનભાઈ દ્વારા કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ વાંચો- જેતપર-પીપળી રોડ ઉપર બે કલાકથી ટ્રાફિકજામ: મોરબી
વધુ વાંચો- પિતાએ પુત્રની હત્યા કરી ગ્રાઈન્ડરથી કાપી કચરામાં ફેંક્યા હતા અંગ: અમદાવાદ