Homeરાષ્ટ્રીયદહેરાદૂન-ઋષિકેશ વચ્ચેનો પુલ તૂટ્યો, વાહનો નદીમાં વહ્યાં- જૂઓ વીડિયો

દહેરાદૂન-ઋષિકેશ વચ્ચેનો પુલ તૂટ્યો, વાહનો નદીમાં વહ્યાં- જૂઓ વીડિયો

-

જૂઓ વીડિયો – દહેરાદૂન-ઋષિકેશ વચ્ચેનો પુલ તૂટ્યો: છેલ્લા 48 કલાકથી વરસાદને કારણે દહેરાદૂનમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદને કારણે રાની પોખરી નજીક દેહરાદૂન-ઋષિકેશ પુલ તૂટી પડ્યો હતો. જે બાદ અનેક વાહનોને નુકસાન થયું હતું.

તે જ સમયે, અવિરત વરસાદને કારણે, માલદેવતા-સહસ્રધાર લિંક રોડ કેટલાક મીટર સુધી નદીમાં સમાઈ ગયો. આ ઘટના ખેરી ગામની છે. અહીં ભારે વરસાદને કારણે આખો રસ્તો પાણીમાં ધોવાઈ ગયો છે. અહીં બે વાહનો વહેતા હોવાના પણ અહેવાલ છે. જો કે બચાવ કામગીરી ચાલુ છે. (વીડિયો લેખના અંતમાં રજૂ કરેલ છે.)

હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ઉત્તરાખંડના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં નૈનિતાલ, ચંપાવત, ઉધમ સિંહ નગર, બાગેશ્વર અને પિથોરાગઢનો સમાવેશ થાય છે. આ સિવાય દહેરાદૂન, ટિહરી, પૌડી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવનાને જોતા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી દીધી હતી. વિભાગે ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. અગાઉ બુધવારે પણ, ઉત્તરાખંડમાં શહેરની હદમાં આવેલા ખબરાલા ગામમાં સતલા દેવી મંદિર પાસે વાદળ ફાટવાના કારણે નદીઓ છલકાઈ ગઇ હતી.

રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે મંગળવારે મોડી રાત્રે વાદળ ફાટ્યા પછી પૂરના પાણી ઘરોમાં ઘુસી ગયા, ઘણા સ્થળોએ વીજ થાંભલાઓ અને વૃક્ષો ધરાશાયી થયા અને વાહનો પાણીમાં વહી ગયા. જોકે આ ઘટનામાં કોઈ જાનમાલને નુકસાન પહોચ્યું નથી.

Must Read