Homeગુજરાતરાજકોટરાજકોટના વેપારી સાથે કાર વેચનાર આરોપીએ કરી લાખોની છેતરપિંડી

રાજકોટના વેપારી સાથે કાર વેચનાર આરોપીએ કરી લાખોની છેતરપિંડી

-

રાજકોટ સમાચાર : રાજકોટ (Rajkot)ના વેપારીએ ઓનલાઈન એપ્લિકેશન પર કાર જોઈ સંપર્ક કર્યા બાદ કાર ખરીદી હતી. પરંતુ આરોપીએ કાર વેચાણના પૈસા લઈ લીધા અને બાદમાં નામ ટ્રાન્સફર નહીં કર્યું અને રૂપિયા 3 લાખ 55 હજારની બેન્કની એન્ટ્રી સુલટાવવા ગયા તે પૈસા પણ આરોપી ઓળવી જતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

રાજકોટના બજંરગવાડી વિસ્તારમાં રહેતા અને ગોંડલ પાસે શીંગદાણાની ફેક્ટરી ધરાવતા વેપારીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રૂપિયા 9 લાખ 30 હજાર કરતા વધારેની રકમની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વેપારી પાર્થ રાજેન્દ્રભાઈ મહેતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણે એક ઓનલાઈન એપ્લિકેશન મારફતે કારનો ફોટો જોઈ કાર ગમતા આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ફોન પર પર આરોપી ચીરાગ દોશીએ વાત કરી ઈન્દિરા સર્કલ પાસે આવેલા પાર્થ પ્લાઝા પાસે કાર જોવા માટે મોકલ્યા હતા. કાર જોવા જાત ફરિયાદીને લખુભાઈ જીવાભાઈ કારાવદરાએ કાર બતાવી જણાવ્યું હતું કે તેમની આ કાર તેમમે ચીરાગ દોશીને વેચી છે જેથી તેમની સાથ ેવાત કરી સોદો નક્કી કરી લેવો.

વધુ વાંચો- દારૂના હાટડા પકડી પાડવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ડ્રોન કેમેરા ઉડાવી શરૂ કરી મેગા ડ્રાઈવ

ફરિયાદીએ આરોપી ચીરાગ દોશી સાથે ફોર્ડ એકોર્ડ કાર નંબર GJ 03 CE 4123 રૂપિયા 3 લાખ 75 હજારમાં ખરીદવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીને કારના સોદા માટે રૂપિયા 3,55,551 ઓનલાઈન પોતાની પેઢીના ખાતામાંથી ટ્રાન્સફર કર્યા હતા. જે રૂપિયા મળી ગયા બાદ ચીરાગ દોશીએ ફરિયાદીને કારનો કબ્જો આપી દીધો હતો, પરંતુ બાદમાં કાર તેમના નામે ટ્રાન્સફર કરી આપવાનું કહેતા ત્યારે કોઈ બહાના આગળ કરી ટ્રાન્સફર કરી આપતા ન હતા.

વધુ વાંચો- વિદ્યાર્થીને નગ્ન કરી જાતિય સતામણીનો વિડીયો બનાવનાર પ્રિન્સિપાલની ધરપકડ: સુરત

દરમિયાન ફરિયાદીને આ કાર પોતાની પેઢી નહીં પણ પોતાના નામે કરવી હોય બેન્કમાં ચૂકવેલી રકમની એન્ટ્રી સુલટાવવી હતી. માટે તેણે ચીરાગ દોશીને જણાવતા તેણે પોતાની પાસે પૈસા નથી પણ ફરિયાદી પોતે તેના ખાતમાં રૂપિયા જમા કરાવી પરત આરટીજીએસ કરી લે તેવું જણાવેલ. ફરિયાદીએ ચીરાગ દોશીના ખાતામાં રૂપિયા 3 લાખ 55 હજાર જમા કરાવવા જતા ચીરાગ દોશીના મિત્ર રફિકભાઈ RTGSનું ફોર્મ અને ચીરાગ દોશીની સહીવાળો ચેક લઈ આવ્યા હતા. પરંતુ બેંકમાં માઈનસ બેલેન્સ હોય આરટીજીએસની એન્ટ્રી થઈ નહીં જેથી ફરિયાદીના ખાતમાં રકમ ટ્રાન્સફર થઈ ન હતી. બેંક બંધ થાવનો સમય હોય બીજા દિવસે આવવા જણાવેલ જેથી ચેક અને આરટીજીએસનું ફોર્મ ફિરયાદીએ રફીકભાઈને પરત કરી દીધા હતા.

બાદમાં આ પૈસા માટે ફોન કરતા ચીરાગ દોશી ખરાબ પ્રસંગમાં છું અને બહાર છું તેમ જણાવી આજકાલમાં કરાવી આપશે તેમ જણાવતો હતો. આખરે ફિરયાદીએ ખરીદેલી કારનો અકસ્માત થતા વાહન પણ ટોટલ લોસ જેવી હાલતમાં આવી ગયું. છતાં પણ ચીરાગ દોશીએ નામ ટ્રાન્સફર નથી કરી આપ્યું કે નથી ફરિયાદી વેપારીએ કેનેરા બેંકમાં એન્ટ્રી સુલટાવાવ જમા કરેલી રકમ પરત કરી. આમ ફરિયાદીએ રૂપિયા 7,30,551ની છેતરપિંડીની ફરિયાદ કરી છે.

રાજકોટ શહેરની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ પરથી આરોપી ચીરાગ દીનેશભાઈ દોશી રહે. દયાનંદનગર વાણીયાવાડી રાજકોટ વિરૂધ્ધ IPCની કલમ 420 અને 406 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Must Read