Homeગુજરાતખેડૂતો માટે શું છે રાજ્યના બજેટમાં ? કઈ નવી યોજનાઓ આવી ?...

ખેડૂતો માટે શું છે રાજ્યના બજેટમાં ? કઈ નવી યોજનાઓ આવી ? જાણો વિગતવાર

-

આજના તાજા સમાચાર ગુજરાત Gujarat budget 2022 : ગુજરાત રાજ્યનું બજેટ સત્ર 2022 ચાલી રહ્યું છે ત્યારે, ખેડૂતો માટે નાણામંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરી હતી. જેમાં તેમણે ખેતી અને ખેડૂત Farming and Farmers બાબતે કહ્યું હતુ કે, આગમી સમયગાળામાં રવી તેમજ ઉનાળું પાક માટે પણ વ્યાજ સહાય મળે માટે નવી યોજનાની Government Yojana in Gujarati 2022 જાહેર કરાઈ છે.

ભૂપેન્દ્ર પટેલ CM Bhupendra Patel સરકારના પ્રથમ બજેટ પર સૌની નજર છે, ત્યારે ખેડૂતોન રીઝવવા માટે બજેટમાં પ્રયાસ થયો છે. જેમા ખેતી અને ખેડૂતોની આવક વધારવા માટે રાજ્ય સરકાર સક્રિય હોવાનું જણાવતા નાણામંત્રી એ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપવામાં આવી રહ્યો છે. સાથે જ તેમણે કૃષી કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે રૂપિયા 7,737 કરોડની જોગાઈ બાબતે પણ જણાવ્યું હતું. જેમાં પાક કૃષી વ્યવસ્થાની વિવિધ યોજનાની જોગાઈઓ માટે રૂપિયા 2,310 કરોડની જોગવાઈ કરાઈ છે.

ખેડૂતો માટે શું છે રાજ્યના બજેટમાં ? કઈ નવી યોજનાઓ આવી ? – Gujarat budget 2022

સરકારે પાક કૃષી વ્યવસ્થાની વિવિધ યોજના માટે કરેલી રૂપિયા 2,310 કરોડ જોગવાઈ
કૃષિ યાંત્રિકીકરણ જેમાં ટ્રેકટર તેમજ વિવિધ મશીનરીની ખરીદીમાં સહાય માટે રૂપિયા 260 કરોડની જોગવાઈ
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે જોગવાઇ રૂપિયા 231કરોડની જોગવાઈ
સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો માટે પણ ગાય નિભાવ ખર્ચ માટે રૂપિયા 213 કરોડની જોગવાઈ.
પાક સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ ખેતરમાં નાના ગોડાઉન માટે રૂપિયા 142 કરોડની જોગવાઈ
ગુજરાત પ્રાકૃતિક કૃષી વિકાસ બોર્ડની રચનાથી પ્રાકૃતિક ખેતીને વેગ આપવાનો પ્રયાસ થયો છે. જમાં આ બોર્ડ ખેડૂતોને અભિયાસ સાથે જોડી કૃષી ઉત્પાદન વધારા માટે કાર્ય કરશે. આ માટે રૂપિયા 100 કરોડ
સર્વગ્રાહી કૃષી વ્યવસાથ નીતિ અંતર્ગત એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમની સહાય માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ.
ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના માટે રૂપિયા 81 કરોડની જોગવાઈ
મલ્ટીપર્પઝ ઉપયોગ માટે ડ્રમ તથા પ્લાસ્ટિકના 2 ટોકર વિના મૂલ્યે આપવા રૂપિયા 54 કરોડની જોગવાઈ
ડ્રોન થકી ખાતર, જંતુનાશક દવાનો છંટકાવ કરી પાકનું ઉત્પાદન વધારવા તેમજ કૃષીની ઈનપુટ ખર્ચ ઓછી કરવા રૂપિયા 35 કરોડની જોગાવાઈ

વધુ વાંચો – જાણો પ્રાકૃતિક અને ઑર્ગેનિક ખેતી વચ્ચેનો તફાવત તેમજ જીવામૃત વિશે

ગુજરાતગીર સોમનાથ 23/02/2022

જૂઓ વીડિયો – ગ્લોબલ વોર્મિંગને કારણે આંબા વાડીઓમાં આશ્ચર્યજનક ઘટનાઓ

Gujarat માં આ યોજના Government Yojana માટે પણ જોગાવાઈ છે Budget 2022 માં

ડાંગના પ્રાકૃતિક ખેત કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી માટે પ્રોત્સાહિત કરવા રૂપિયા 32 કરોડની જોગવાઈ
ખેડૂતોને વન્યપ્રાણીની રંજાડથી પાકને થતા નુકશાન અટકાવવા સોલાર પાવર ફેન્સીંગ માટે રૂપિયા 20 કરોડની જોગવાઈ
સમયસર ખેડૂતોને રાસાયણિક ખાતર પૂરૂ પાડવા તેમજ ખાતર સંગ્રહ માટે રૂપિયા 17 કરોડની જોગવાઈ
કૃષી ઉત્પાદના પરિવહન ને માલવાહક વાહન ખરીદી પર સહાય માટે રૂપિયા 15 કરોડની જોગવાઈ
રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસીત કરાયેલા કૃષી સાધનો જેવા કે સનેડો ના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિક કરવા રૂપિયા 10 કરોડની જોગવાઈ

કૃષી યુનિવર્સિટીઓ માટે પણ બજેટમાં જોગવાઈ

કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા રૂપિયા 757 કરોડની જોગવાઈ
વિવિધ યોજનાઓ માટે કરાયેલી જાહેરાતો, નર્મદા યોજના માટે 26090 કરોડની જોગવાઈ, કૃષિ યુનિવર્સિટી માટે 700 કરોડ,,ગૌમાતા યોજના માટે 500 કરોડ,,બાગાયત માટે 360 કરોડ, સાગર ખેડૂત 230 કરોડ, બંદોરના વિકાસ માટે 201 કરોડ, બાગાયત ખાતાની યોજના માટે 369 કરોડ, પશુપાલન અને સારસંભાળ માટે 300 કરોડ, મધક્રાંતિને વેગ આપવા 10 કરોડ, કમલમ ડ્રેગન ફૂડ માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ.

બાગાયતી ખેતી માટે પણ મહત્વની જાહેરાત
બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 369 કરોડ રૂપિયાની જોગવાઇ.
કમલમ્ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
મધ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10 હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરાયેલ છે.

Must Read