Homeગુજરાતરાજકોટભગતસિંહ કે ભગવાન માફ નહીં કરે યુવાને રડાવી દે તેવી સુસાઈડ નોટ...

ભગતસિંહ કે ભગવાન માફ નહીં કરે યુવાને રડાવી દે તેવી સુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા: ગોંડલ

-

ગોંડલ સમાચાર : ગોંડલ (Gondal)ના કમરકોટડા ગામમાંથી એક હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. કમરકોટડા ગામના એક યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. યુવાને આત્મહત્યા પહેલા લખેલી સુસાઈડ નોટ સિસ્ટમ તરફ રોષ પ્રગટ કરે અને ભલભલાને રડાવી દે તેવી છે.

કદાચ મહેનત ઓછી પડી

મૃતક જીવરાજભાઈ સરવૈયાએ જીવન ટૂંકાવતા પહેલા લખેલી કથિત સુસાઈડ નોટમાં લખ્યું છે કે, “, “મને ખબર છે મારી મારામાં એટલી તો હેસિયત છે કે હું ક્લાસ 3 એક્ઝામ કમ્પ્લીટ કરી શકું, પણ અત્યારે ડિમોટિવેટ ફિલ કરું છું. કારણ કે એક્ઝામના કોઇ ઠેકાણા નથી, ચોક્કસ તારીખ નથી, હવે હું મેન્ટલી થાકી ગયો છું. જીવનમાં આગળ શું કરવુ કંઇ નક્કી નથી કરી શકતો. સપના તો ઘણા હતા, સપના પાછળ મહેનત પણ કરી. મહેનત ઓછી પડી કદાચ.”

gondal young man suicide note gujarat news
મૃતકે લખેલી સુસાઈડ નોટનો અંશ

યુવાને પોતાની ચિંતાનું અને ડિમોટીવેટ થવાના કારણમાં સરકારી ભરતી પરિક્ષા તરફ ઈશારો કર્યો છે. તેના પરથી સમજી શકાય છે કે રાજ્યમાં યુવાનો કેટલી માનસિક પ્રતાડનામાંથી પસાર થઈ રહ્યા છે.

પૈસા બહેનના મેરેજમાં વાપરજો

પરંતુ આ સુસાઈડ નોટ આટલે જ નથી અટકતી અને યુવાન માતા-પિતા, તેમજ બહેન અંગે પણ ભાવુક રીતે લખતો ગયો છે કે, “મારી મુશ્કેલીઓમાંથી છુટવા તમારી સાથે ચીટ ના કરાય એટલે આટલા દિવસ સુધી જીવતો હતો, પણ હવે હું પૂરેપૂરો સ્વાર્થી થઈ ગયો છું. બધું તમારા પર છોડી હું જઈ રહ્યો છું. તમે 23 વર્ષનો કર્યો પણ હું ઋણ ચૂકવવા વગર જઈ રહ્યો છું, i am sorry. પણ હવે મારામાં જરાય ઈચ્છા નથી જીવવાની, સાવ થાકી ગયો છું. ફિઝિકલી શરીર પર ફોડલા પણ એટલા છે અને મેન્ટલી પણ હેરાન થઈ ગયો છું. હવે તો મને બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવી સહેલું અને ઠીક લાગે છે. મારા એકાઉન્ટમાં જે રૂપિયા છે તે બહેનના મેરેજમાં વાપરજો. એટલી ખુશી છે કે બે વર્ષ એપ્રેન્ટીસ કરીને ઘરમાં થોડી ઘણી મદદ કરી શક્યો, I am sorry પપ્પા, મમ્મી, બહેન, ભાઇ”.

અંતિમ ક્રિયા વ્યર્થ માનું છું વૃક્ષ વાવજો

સુસાઈડ નોટમાં યુવાને પોતાની બે ઈચ્છા હોવાનું વ્યક્ત કરી છે. જેના પરથી યુવાન કેટલો ઉમદા વિચાર ધરાવતો હશે તે સમજી શકાય છે. જીવનને અલવિદા કહેતા પહેલા લખેલી ચીઠ્ઠીમાં યુવક ઈચ્છા વ્યક્ત કરતા લખ્યુ કે મારા અંગોનું દાન કરજો જેથી કોઈને નવજીવન મળે. બીજી ઈચ્છામાં લખ્યુ છે કે, હું મૃત્યુ બાદની ક્રિયાઓને વ્યર્થ માનું છું માટે મારી પાછળ કોઈ જાતનો ખર્ચ આવી ક્રીયામાં ન કરવામાં આવે તેના બદલે 25-50 વૃક્ષોનું રોપણ કરજો. યુવાને પોતાને વૃક્ષો વાવવા હતા પણ નહીં વાવી શક્યાનો રંજ પણ વ્યક્ત કર્યો છે.

ભગતસિંહ કે ભગવાન કોઈ મને માફ નહીં કરે

યુવકે જીવન ટૂંકાવતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં ભગવાનની સાથે દેશના ક્રાંતકારી વીર ભગતસિંહને પણ યાદ કર્યા છે. યુવાને લખ્યું કે ભગતસિંહ દેશ માટે 23 વર્ષની ઉંમરે ફાંસીના માચડે લટક્યા હતા પરંતુ હું મારા જીવનથી કંટાળીને આ કરી રહ્યો છું. “ભગતસિંહ કે ભગવાન કોઈ મને માફ નહીં કરે”

મહત્વની વાત

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]

Must Read