Homeગુજરાતબોટાદમાં લારી-ગલ્લા નહીં પણ પાકા ગેરકાયદેસર બાંધકામ દૂર કરો કોંગ્રેસની રજુઆત

બોટાદમાં લારી-ગલ્લા નહીં પણ પાકા ગેરકાયદેસર બાંધકામ દૂર કરો કોંગ્રેસની રજુઆત

-

બોટાદ : બોટાદ (Botad)માં ટ્રાફિકની સમસ્યાથી નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ત્યારે બોટાદ પ્રાંત અધિકારીએ મુખ્યમાર્ગો પરથી ગેરકાયદેસર લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસ પ્રમુખે અને ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની આગેવાનીમાં બોટાદ કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

બોટાદમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે ત્યારે સ્થાનિકો ટ્રાફિક સમસ્યાથી કંટાળ્યા છે. આ સમસ્યાના નિવારણ માટે પ્રાંત અધિકારી દિપક સતાણીના માર્ગદર્શન હેઠળ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમ દ્વારા લારી ગલ્લા હટાવાવનું ઝુંબેશ હાથ ધરાયું હતું. ત્યારે મુખ્યમાર્ગ પરના દુકાન આગલના માંડવા તેમજ જાહેરાતના બોર્ડ પણ હટાવાયા હતા.

વધુ વાંચો- સંભવિત લઠ્ઠાકાંડ મામલે મહિલાનું મહત્વનું નિવેદન પતિએ ગઈકાલે પીધો હતો દારૂ: બોટાદ

આ કામગીરીના વિરોધમાં આજરોજ તારીખ 25 જૂલાઈના રોજ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેર તેમજ રાણપુર ધંધુકા કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલની આગેવાનીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ.સાથે જ તેમણે લારી-ગલ્લા માટે વૈકલ્પિક જગ્યા અને પાકા ગેરકાયદેસર મકાનો હટાવવા માટે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

વધુ વાંચો- કેનેડાના વિઝા અપાવી દેવાનું કહી 100 જેટલા લોકોને ઠગી લીધા; પોલીસે કરી ધરપકડ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...