નવી દિલ્હી : તમાકુના ઉત્પાદનોથી થતા નુકસાન અને જીવલેણ બિમારી મામલે કેન્દ્ર સરકારે જાગૃતિ લાવવા મોટો નિર્ણય કર્યો છે. જે નિર્ણય મુજબ આગામી 1 ડિસેમ્બર 2022થી તમાકુના ઉત્પાદનો પર નવી ચેતવણી (Tabacco products Warning) લખવાની રહેશે, આ તમાકુના ઉત્પાદનો ચાહે ઈમ્પોર્ટેડ હોય કે સ્વદેશી નવી ચેતવણી જ લખવાની રહશે.
કેન્દ્રના નિર્ણય બાદ 1 ડિસેમ્બરથી તમાકુ ઉત્પાદનોના પેક પર નવી ચેતવણી જોવા મળશે કે ‘તમાકુ પીડાદાયક મૃત્યુનું કારણ બને છે’. આરોગ્ય મંત્રાલયે નવી ચેતવણી સાથે નવું ચિત્ર પણ પ્રકાશિત કરવા માટે સૂચના આપી છે જે એક વર્ષ માટે માન્ય રહેશે.

દેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવાયું છે કે, આગામી વર્ષ માટે 1 ડિસેમ્બર, 2023 ના રોજ અથવા તે પછી ઉત્પાદિત અથવા આયાત કરાયેલ અથવા પેકેજ્ડ તમાકુ પ્રોડક્ટ્સ પર સ્વાસ્થ્ય ચેતવણી સાથેનું ચિત્ર પ્રદર્શિત કરવામાં આવશે. તેના પર ચેતવણી તરીકે લખવામાં આવશે, ‘તમાકુનો ઉપયોગ કરનારાઓ નાની ઉંમરે મૃત્યુ પામે છે.’ આ સૂચના સરકારની વેબસાઈટ http://www.mohfw.gov.in તેમજ http://ntcp.nhp.gov.in”ntcp.nhp.gov પર 19 ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ માર્ગદર્શનનું ઉલ્લંઘન કરવું એ સજાને પાત્ર ગુનો છે. જેમાં સિગારેટ અને અન્ય તમાકુ પ્રોડક્ટ્સ પર (જાહેરાત અને વેપાર અને વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠા અને વિતરણનું નિયમન) અધિનિયમ, 2003 ની કલમ 20 હેઠળ કેદ અથવા દંડની જોગવાઈ કરે છે.