Sunday, May 15, 2022

બંગાળ: વિડીયો/અહિં રહેવું હોય અને કામ ધંધા કરાવ હોય તો ભાજપને મત ન આપતા: TMC ધારાસભ્યની ધમકી

Breaking News in Gujarati, રાજકીય Politicsઆજના તાજા સમાચાર : રાજકારણ અને ગુંડાગીરી વચ્ચેના સબંધો વિશે અનેક વખત સવાલો પેદા થતા રહ્યાં છે. ક્યારેક નેતાજી ગુંડા હોય અથવા ગુંડામાંથી નેતાજી બન્યા હોય તો કેટલાક કિસ્સામાં નેતાજીના આશિર્વાદ ગુંડાઓ પર હોય. ટૂંકમાં નેતાજી Netaji ઓ અને ગુંડા Criminal ને પરસ્પર જરૂરીયાતો હોય તેવું માનવામાં આવે છે. ત્યારે બંગાળમાં West Bengal ભાજપ BJP સમર્થકોને ચૂંટણીમાં મતદાન પહેલા જ ધમકી Threat આપ્યા મામલો ગરમાયો છે.

પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ TMC ના ધારાસભ્ય દ્વારા ભાજપ BJP ના સમર્થકોને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. સામે આવેલા એક કથિત વીડિયો VIDEO માં MLA Naren Chakraborty ખુલ્લેઆમ ધમકી આપતા દેખાઈ રહ્યા છે.

હાલ પશ્ચિમ બંગાળ બિરભૂમ હિંસાનો મુદ્દે રાજકારણ બંધ નથી થયું ત્યાં બીજો એક બનાવ સામે આવ્યો છે. જેમાં પશ્ચિમ બંગાળમાં આસનસોલ લોકસભા બેઠક અને ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસ TMC દ્વારા ભાજપના સમર્થકોને ધમકીના સ્વરે સમજાવટ થઈ રહી છે.

ભારતીય જનતા પાર્ટી (BJP) ના બંગાળના સહ પ્રભારી અમિત માલવિયા Amit Malviya એ એક કથિત વીડિયો ટ્વિટ કર્યો છે. જે વિડીયોમાં તૃણમૂલના ધારાસભ્ય TMC નરેન ચક્રવર્તી Naren Chakraborty ભાજપ સમર્થકોને ધમકાવે છે તેવો આક્ષેપ લગાવાયો છે. કથિત વીડિયો માલવિયાએ જણાવ્યું હતું કે, ચક્રવર્તીએ ભાજપ BJP ના સમર્થકોને ધમકી આપી હતી કે જો તેઓ તેમને મત આપશે તો તેઓ ચૂંટણી પછી પરિણામ ભોગવશે.

TMC Mla Video અહિં રહેવું હોય અને કામ ધંધા કરાવ હોય તો BJP ને મત ન આપતા

ભાજપના આઈટી સેલના વડા માલવિયાએ ચૂંટણી પંચને પણ આ બાબતે નોંધ લેવા વિનંતી કરી છે. સાથે જ  તેમણે TMC સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી CM Mamata Banerjee  ની ટીકા કરતા કહ્યું હતું કે મમતા તેના આવા ધારાસભ્યોને રક્ષણ પુરૂ પાડી રહ્યાં છે.

કથિત વીડિયોમાં તૃણમૂલ કોંગ્રેસ TMC ના ધારાસભ્ય નરેન ચક્રવર્તી ભાજપના સમર્થકો માટે કહી રહ્યાં છે કે ભાજપને વોટ ન આપો, જો આવું થશે તો ચૂંટણી પછી જોઈ લઈશું. સાથે જ તેમ પણ કહેતા જણાય છે કે, ભાજપને મત નહીં આપે તો તેઓ રાજ્યમાં રહી શકશે અને વેપાર-ધંધા કરી શકશે અને, તૃણમૂલ કોંગ્રેસ તેમને ટેકો પણ આપશે. 

આ મામલે રાજકારણ ગરમ થતા ભાજપના અમીત માલવિયા એ કહ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસના પાંડવેશ્વર (આસનસોલ) ધારાસભ્ય નરેન ચક્રવતી ખુલ્લેઆમ ભાજપના સમર્થકો અને મતદારોને ધમકી આપી રહ્યા છે. આવા ગુનેગારો જેલમાં હોવા જોઈએ, પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમને સુરક્ષા આપી રહી છે. ચૂંટણી પંચે આ ઘટનાની નોંધ લેવી જોઈએ.

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ધારાસભ્યો બાખડી પડ્યા, 4 ધારાસભ્ય 1 વર્ષ માટે સસ્પેન્ડ

વીડિયો/કૂતરા અને ઘોડાની મિત્રતા અને ગાઢ પ્રેમ સોશિયલ મીડિયા પર વાયરલ

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...