Homeઆંતરરાષ્ટ્રીયTIME: મોદી કટ્ટર, મુલ્લા અબ્દુલ ગની બરાદારને ગણાવ્યા 'ઉદાર' !

TIME: મોદી કટ્ટર, મુલ્લા અબ્દુલ ગની બરાદારને ગણાવ્યા ‘ઉદાર’ !

-

Time magazine – PM Modi – Mulla Abdul Gani Baradar – International news in Gujarati at Satyamanthan

TIME એ PM મોદીને ગણાવ્યા કટ્ટર, મુલ્લા અબ્દુલ ગની બરાદારને ગણાવ્યા ‘ઉદાર’

ટાઇમે 100 પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મમતા બેનર્જીનું પણ નામ શામેલ છે. આ સિવાય તાલિબાનના (Taliban) સહ-સ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદારને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. TIME એ મોદીને હિન્દુ રાષ્ટ્ર તરફ લઇ જવાવાળા’કટ્ટર’ તરીકે વર્ણવ્યા છે, જ્યારે તાલિબાનના મુલ્લા બરાદારને મોડરેટર ચહેરા એટલે કે ‘ઉદાર’ તરીકે ઓળખાવ્યા છે.

TIMEના સમય પર પણ એક સવાલ છે, કારણ કે આ યાદી એવા સમયે બહાર પાડવામાં આવી છે જ્યારે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રને સંબોધવા અમેરિકા જવાના છે. સપ્ટેમ્બર 2019 માં પીએમ મોદી અમેરિકા ગયા હતા અને તે સમયે પણ TIME એ મોદીને ‘ઇન્ડિયાઝ ડિવાઇડર ઇન ચીફ’ ગણાવ્યા હતા. તો શું આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આંતરરાષ્ટ્રીય એજન્ડા છે?

ટાઇમ મેગેઝિને પીએમ મોદી પર મુસ્લિમોના અધિકારોનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે તેમણે ‘દેશને બિનસાંપ્રદાયિકતામાંથી હિન્દુ રાષ્ટ્રવાદ તરફ ધકેલી દીધો છે’. આ સિવાય પત્રકારોને કેદ કરવા અને ડરાવવાના આરોપો પણ છે. તે જ સમયે, મુલ્લા અબ્દુલ ગની બારદારને ‘શાંત અને ગુપ્ત’ નેતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. મેગેઝિને કહ્યું કે બારાદર તાલિબાનની અંદર એક ઉદાર નેતા છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાન તરીકે ઓળખાય છે, જે આતંક સામેની લડાઈમાં સક્રિય છે. પીએમ મોદી વિશ્વના નેતા તરીકે વિશ્વમાં આદરણીય છે અને તેમણે આતંક સામે વિશ્વને એક કર્યું છે. સતત બીજી વખત ભારતના સૌથી લોકપ્રિય વડાપ્રધાન તરીકે જાણીતા થયા.

મુલ્લા અબ્દુલ ગની બરાદર તાલિબાન સરકારમાં નાયબ વડા પ્રધાન છે અને અફઘાનિસ્તાનમાં આતંકના આધારે સરકાર બનાવી છે. તેને વિશ્વભરમાં એક ભયાનક આતંકવાદી તરીકે ઓળખવામાં આવે છે અને તે 8 વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં બંધ હતા. બધા જાણે છે કે અબ્દુલ ગની બરાદરનો ઉદ્દેશ વિશ્વમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો છે.

Must Read