Homeલાઈફ સ્ટાઇલ60 વર્ષ મશીનમાં પુરાયેલો રહ્યો છતાં,અને લખી નાખ્યું આખું પુસ્તક! | Paul...

60 વર્ષ મશીનમાં પુરાયેલો રહ્યો છતાં,અને લખી નાખ્યું આખું પુસ્તક! | Paul Alexander

-

આ વ્યક્તિનું જીવન જોઈને આશ્ચર્યચકિત થઈ જશો, 60 વર્ષથી મશીનમાં બંધ રહીને પણ લખી નાખ્યું એક પુસ્તક, સલામ કરશો આવા મજબૂત મનોબળવાળા વ્યક્તિને

60 વર્ષથી મશીનમાં બંધ રહીને પણ લખી નાખ્યું એક પુસ્તક- Man Locked in the machine for 60 years Write book

વિશ્વમાં ઘણા લોકોએ તમામ પડકારોનો સામનો કર્યો અને એવા કાર્યો કર્યા જે કરવા લગભગ અશક્ય હતા. આવી જ એક વ્યક્તિ છે, પોલ એલેક્ઝાન્ડર. અમેરિકન લેખક પોલ 60 વર્ષથી મશીનની અંદર બંધ છે અને તેમણે આ મશીનની અંદર સુઈને જ કાયદાનો અભ્યાસ કર્યો અને પ્રેરણાદાયી પુસ્તક પણ લખી નાખ્યું. જ્યારે પોલ માટે હલવું પણ ખૂબ મુશ્કેલ છે અને તેમણે દૂર રાખેલા કીબોર્ડને પ્લાસ્ટિકની સ્ટિકની મદદથી ચલાવી આ પુસ્તક લખ્યું હતું.

આ માટે મશીનમાં બંધ છે
6 વર્ષની ઉંમરે જ પોલ પોલિયોનો શિકાર બન્યા હતાં અને હવે તેની ઉંમર 75ને વટાવી ગઈ છે. પોલિયોને કારણે તે પહેલેથી ખૂબ જ મુશ્કેલભર્યું જીવન જીવી રહ્યા હતા, તેના પર થોડા સમય પછી મિત્રો સાથે રમતી વખતે થયેલી ઈજાએ તેનું જીવન મુશ્કેલ બનાવી દીધું. તે ન તો ચાલી શકતા હતાં, ન ખાઈ શકતા હતાં અને ન પી શકતા હતા. પછી ખબર પડી કે પોલિયોને કારણે તેના ફેફસામાં તકલીફ રહી છે અને તેના કારણે તે શ્વાસ લઈ ન હતાં શકતા.

આ પછી તેનો જીવિત રહેવાની એક જ માત્ર જ સારવાર હતી કે તે આયર્ન ફેફસાની મદદથી શ્વાસ લે. તે સમયે લકવોથી પીડાતા દર્દીઓએ તેની મદદથી ત્યાં સુધી શ્વાસ લેવા પડતા હતાં જ્યાં સુધી તે પુખ્ત વયના ન થયા પરંતુ 20 વર્ષ પછી પણ પોલની સ્થિતિ સુધરી ન હતી. તેથી ડોક્ટરોએ તેને હંમેશા આ મશીનમાં રાખવાનો નિર્ણય લેવો પડ્યો.

હાર ન માની – Motivational story of paul alexander
આટલું મુશ્કેલ જીવન પણ પોલને રોકી શક્યું નહીં. તેમણે મશીનમાં બંધ રહીને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. કાયદોનો અભ્યાસ કર્યા પછી તેમણે અપગ્રેડડ વ્હીલચેરની મદદથી થોડો સમય સુધી વકીલાતની પ્રેક્ટિસ પણ કરી. બાદમાં તેમણે પોતાની બાયોગ્રાફી લખી. આ પુસ્તક લખવું પણ તેના માટે સરળ નહોતું. તેમણે પ્લાસ્ટિક સ્ટિકની મદદથી કીબોર્ડ ચલાવવાનું હતું. તેથી પુસ્તક પૂર્ણ કરવામાં 8 વર્ષ લાગ્યા હતાં. તમને જણાવી દઈએ કે પોલની જેમ દુનિયામાં ઘણા લોકો આયર્ન ફેફસાનો ઉપયોગ કરતા હતા, પરંતુ અત્યારે તે વિશ્વનો એકમાત્ર વ્યક્તિ છે જે તેનો ઉપયોગ કરી રહ્યો છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...