Homeમનોરંજનખેડૂતની દીકરી MBBSના સપના જોતા જોતા બની આઈએએસ, કોચિંગ વગર પાસ કરી...

ખેડૂતની દીકરી MBBSના સપના જોતા જોતા બની આઈએએસ, કોચિંગ વગર પાસ કરી પરિક્ષા – જાણો

-

દરેકના જીવનમાં મુશ્કેલીઓ તો હોય જ છે, પરંતુ દરેક વ્યક્તિ તેને હરાવવાની હિંમત નથી રાખતી. જે મુશ્કેલીઓ સામે લડીને તેમને હરાવે છે, તે જ ખરૂ જીવન જીવે છે. આવું જ કંઈક આપણે કેરળના એનીસ કાનમાની જોય અને તેના પિતાએ શીખવ્યું છે. આ ખેડૂતની દીકરીએ IAS બનવા માટે જે બતાવ્યું છે આવું કોઈ ભાગ્યે હિંમત કરી શકે છે.

Gujarati Janva Jevu – જાણો ખેડૂતની દીકરીએ કોચિંગ વગર કેવી રીતે આઈએએસ ની પરિક્ષા પાસ કરી

કોચિંગ માટે પૈસા નથી
કેરળના પિરવોમના એક નાનકડું ગામ પંપાકુડાના નિવાસી એનિસ આજે IAS અધિકારી બનીને રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે. ખેડૂતની દીકરીની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે તે IAS કોચિંગ ક્લાસ માટે લાખો રૂપિયા ખર્ચ કરી શકે. આવી સ્થિતિમાં અખબાર વાંચ્યા બાદ નર્સે અધિકારી બનવાની સફર નક્કી કરી.

MBBSમાં પ્રવેશ મેળવી શકી નહીં
એનિસ બાળપણથી જ ડોક્ટર બનવા માંગતી હતી પરંતુ મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટમાં નબળા રેન્કને કારણે તેને MBBSમાં પ્રવેશ મળ્યો ન હતો. તેથી જ તેણે ત્રિવેન્દ્રમ સરકારી મેડિકલ કોલેજમાંથી નર્સિંગમાં બીએસસી પૂર્ણ કર્યું. નર્સ બન્યા પછી, એનિસ એવું કંઈક કરવા માંગતી હતી જેમાં તેને સન્માન મળે અને તે અન્યની મદદ કરી શકે.

2010માં પ્રથમ પરીક્ષા
પુસ્તો ન હોવાને કારણે, એનિસે સ્વઅભ્યાસ પર આધાર રાખ્યો અને તેણે દરરોજ અખબારમાંથી વર્તમાન બાબતો સાથે પોતાને અપડેટ રાખી. 2010માં એનિસે પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા આપી અને પ્રથમ વખત જ ઓલ ઇન્ડિયા 580 મો રેન્ક મેળવ્યો. તેણે 2011 માં ફરી પરીક્ષા આપી, આ વખતે તેણે 65 મો ક્રમ મેળવીને IAS અધિકારી બનવાનું સપનું પૂરું કર્યું.

એનિસે ઇતિહાસ રચ્યો
એનિસે એવો ઇતિહાસ પણ રચ્યો હતો કે પહેલી વખત એક નર્સ IASના પદ પર બેસવા જઈ રહી હતી. એનિસ આ વાતનું ઉદાહરણ છે કે જો તમને યોગ્ય માર્ગદર્શન મળે અને સાચા સમર્પણ સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધો તો સફળતા પ્રાપ્ત કરવી મુશ્કેલ નથી.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....