Homeજાણવા જેવુંમહિલાએ 108 એમ્બ્યુલન્સમાં બાળકને જન્મ આપ્યો

મહિલાએ 108 એમ્બ્યુલન્સમાં બાળકને જન્મ આપ્યો

-

સામાન્ય સંજોગોમાં મહિલાને પ્રસૂતિ સમય નિશ્ચિત હોતો નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓ પ્રસૂતિની ઇમર્જન્સીમાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ક્યારેક ડિલિવરી કરવી પડતી હોવાનું ૧૦૮ના ઇમર્જન્સી કોઓર્ડિનેટર વિરલ ભટ્ટ જણાવે છે. The woman gave birth in 108 ambulance


અણીના સમયે મહિલાની સ્થળ પર જ ૧૦૮ની ટીમ દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવતી હોવાના અનેક કિસ્સા(The woman gave birth in 108 ambulance) બને છે. આવો જ એક અતિ ક્રિટિકલ કિસ્સો હાલમાં ઉપલેટા પંથકમાં બનવા પામ્યો છે. આજ રોજ
તા. ૧૫/૧૧/૨૦૨૧ના સવારે ઝાંઝમેર ગામના આશાબેન દિનેશભાઈ મકવાણા નામના સગર્ભા મહિલાને સવારે ૮ કલાકે પ્રસુતિની અસહ્ય પીડા ઉપડતા પરિવારના લોકોએ મદદ માટે ૧૦૮ને ફોન કરેલો હતો.
પરિસ્થિતિની જાણ થતા જ ઉપલેટા ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઈ.એમ.ટી. ધીરૂભાઈ લાખણોત્રા અને પાઇલોટ રાજુભાઈ ચાવડાએ સ્થળ પર પહોંચી દર્દીને તપાસતા માલુમ પડ્યું કે બાળક બહાર આવી રહ્યું છે. જેને ટેકનિકલ ભાષામાં “હેડ ક્રાઉન” કહેવાય છે.

The woman gave birth in 108 ambulance
The woman gave birth in 108 ambulance

આ સ્થિતિમાં ડોક્ટરની ઓનલાઈન મદદથી બાળકની ડિલિવરી સ્થળ પર જ કરવી પડે તેમ હોવાથી ઈ.એમ.ટી. ધીરુભાઈ અને પાયલોટ રાજુભાઈએ આજુ-બાજુની બહેનોને મદદ માટે બોલાવીને સ્થળ પર જ બાળકની સફળ ડિલિવરી કરાવી હતી.
માતા અને બાળક બંનેની સ્થિતિ સારી

જણાતા પૂરતી સારવાર માટે માતા અને બાળકને ધોરાજી સરકારી હોસ્પિટલમાંમાં લઈ જવામાં આવ્યા હતા. આવા ઉમદા કામ માટે રાજકોટ ૧૦૮ના ઈ.એમ.ઈ વિરલ ભટ્ટ ઉપલેટા ૧૦૮ ટીમને ધન્યવાદ પાઠવ્યા હતાં. ૧૦૮ દ્વારા ઈમરજન્સીમાં ટ્રોમા, પ્રસુતિ તેમજ હૃદય રોગના હુમલામાં અનેક વખત અણીના સમયે દર્દી પાસે પહોંચી તેઓની અમૂલ્ય જિંદગી બચાવવામાં મદદરૂપ બન્યા છે. The woman gave birth in 108 ambulance

ગુજરાતીમાં જાણવા જેવું – જુઓ viral video – ગુસ્સાથી લાલચોળ મહિલાએ કર્મચારી પર ફેક્યું ગરમા ગરમ સૂપ

Must Read