Homeસ્પોર્ટ્સટી 20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું તો આ દિગ્ગજ બોલરે...

ટી 20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું તો આ દિગ્ગજ બોલરે ક્રિકેટ છોડી દીધું, તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

-

Sports News In Gujarati. at satyamanthan Web

ટી 20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું તો આ દિગ્ગજ બોલરે ક્રિકેટ છોડી દીધું, તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગાએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે તાત્કાલિક અસરથી તમામ ફોર્મેટના ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો છે. લસિથ મલિંગા ટી 20 વર્લ્ડ કપમાં રમવા માંગતો હતો, પરંતુ જ્યારે તેને શ્રીલંકાની ટીમમાં સ્થાન ન મળ્યું ત્યારે તેણે નિવૃત્તિની જાહેરાત કરી. જોકે તે પહેલાથી જ ટેસ્ટ, વનડે અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટથી દૂર હતો અને માત્ર શ્રીલંકા માટે ટી 20 ક્રિકેટ રમવાનું વિચારી રહ્યો હતો. હવે જ્યારે વર્લ્ડ કપ રમવાનું સપનું પૂરું ન થયું ત્યારે તેણે આ ફોર્મેટને પણ અલવિદા કહી દીધું અને તેની ભવ્ય ક્રિકેટ કારકિર્દીનો અંત લાવી દીધો.

પોતાની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં મલિંગાએ 340 મેચ રમી હતી, જેમાં 30 ટેસ્ટ, 226 વનડે અને 84 ટી 20 મેચનો સમાવેશ થાય છે. આમાં તેણે કુલ 546 વિકેટ લીધી હતી. જો વિકેટને વિવિધ ફોર્મેટ પ્રમાણે જોવામાં આવે તો ટેસ્ટમાં 101 વિકેટ, વનડેમાં 338 અને ટી 20 માં 107 વિકેટ સામેલ છે. લસિથ મલિંગા 38 વર્ષના થઈ ગયા છે અને છેલ્લે માર્ચ 2020 માં ક્રિકેટ મેદાન પર ઉતર્યા હતા. પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપતા મલિંગાએ કહ્યું કે, ‘હું મારા ટી 20ના શુઝને લટકાવી રહ્યો છું અને તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. મારી જર્નીમાં મને સાથ આપનાર દરેકનો આભારી છું અને આવનારા વર્ષોમાં યુવા ક્રિકેટરો સાથે મારો અનુભવ શેર કરવા માંગું છું.

મલિંગાએ ત્રણ અદભૂત રેકોર્ડ બનાવ્યા
લસીથ મલિંગાએ સૌપ્રથમ પોતાની અનોખી બોલિંગ એક્શનને કારણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. સ્લિંગ એક્શનને કારણે તેણે ક્રિકેટના મેદાન પર ઘણા આશ્ચર્યજનક રેકોર્ડ બનાવ્યા. જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2 વખત સતત 4 બોલમાં 4 વિકેટ લેવાનો, વન ડે ઇન્ટરનેશનલમાં 3 હેટ્રિક લેવાનો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 હેટ્રિક બનાવવાનો સમાવેશ થાય છે. મલિંગા ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ કહેવાતા. તેણે શ્રીલંકાને તેની કેપ્ટનશિપમાં ટી 20 વર્લ્ડ કપનો વિશ્વ વિજેતા પણ બનાવી છે. તેણે 2014 ના ટી 20 વર્લ્ડ કપ જીત્યો હતો. શ્રીલંકાએ મલિંગાના નેતૃત્વમાં ભારતને હરાવીને પ્રથમ વખત ટી -20 વર્લ્ડ કપ જીત્યો હતો.

લસિથ મલિંગાએ 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુક્યો હતો. તેણે ટેસ્ટ ક્રિકેટથી શરૂઆત કરી હતી. તેણે જુલાઈ 2004 માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યું હતું. જો કે, આ ફોર્મેટ લાંબા સમય સુધી ચાલ્યું નહીં. તેની ટેસ્ટ કારકિર્દી 30 ટેસ્ટ બાદ અટકી ગઈ હતી. 2010 માં, તે છેલ્લે શ્રીલંકા માટે સફેદ જર્સીમાં રમ્યો હતો. જોકે તેને વનડે અને ટી 20 માં ઘણી સફળતા મળી. જુલાઈ 2004 માં યુએઈ સામે ડેબ્યૂ કર્યા બાદ તેણે 226 વનડે રમી અને 338 વિકેટ લીધી. જુલાઈ 2019 માં બાંગ્લાદેશ સામે તેની છેલ્લી વનડે જોવા મળી હતી. એ જ રીતે, જૂન 2006 માં, મલિંગાએ ઇંગ્લેન્ડ સામે ટી 20 ડેબ્યૂ કર્યું હતું. પછી 84 મેચ રમી અને 107 વિકેટ લીધી. આ ફોર્મેટમાં તેની છેલ્લી મેચ માર્ચ 2020 માં વેસ્ટ ઇન્ડીઝ સામે હતી.

મલિંગાની કારકિર્દી આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના ઉલ્લેખ વગર અધૂરી છે. તેણે આ ટીમ સાથે ઘણી સફળતા મેળવી. મલિંગાએ IPL માં મુંબઈ ઇન્ડિયન્સ માટે કુલ 170 વિકેટ લીધી હતી, જેમાં તેણે એક સાથે 6 વખત 4 વિકેટ અને એક વખત 5 વિકેટ લીધી હતી. IPL 2019 ની ફાઇનલમાં તેની શાનદાર બોલિંગને કારણે મુંબઈએ ચેન્નઈ સુપર કિંગ્સને એક રનથી હરાવી ચોથી વખત ખિતાબ જીત્યો હતો.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...