Homeરાષ્ટ્રીયબિલકિસ બાનો પર સામૂહિક બળાત્કારના કેસના દોષિતોની મુક્તિ મામલે સુપ્રીમે રાજ્ય સરકારને...

બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કારના કેસના દોષિતોની મુક્તિ મામલે સુપ્રીમે રાજ્ય સરકારને મોકલી નોટિસ

-

અમદાવાદ ન્યુઝ : બિલ્કીસ બાનો ચકચારી કેસ (Bilkis Bano case)માં ગુનેગાર સાબિત થયેલા 11 દોષિતોને મુક્ત કરવાના નિર્યણ બાદ સુ્પ્રિમ કોર્ટ (Supreme Court)માં અરજી થતા આજરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર (Gujarat Government)ને નોટિસ પાઠવતા બે સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરવાનું જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે અરજી મામલે બિલ્કીસ બાનો કેસના દોષિતોને પણ પક્ષકાર બનાવવા માટે નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 2002ની રમખાણ સમયે તોફાનો ફાટી નિકળ્યા હતા. દરમિયાન બિલકિસબાનોના પરિવારના 7 સભ્યોની હત્યા અને ગર્ભવતી બિલકિસબાનો પર પાશ્વી સામુહિક બળાત્કાર (Gang Rape) ગુજારવામાં આવ્યો હતો.

આ કેસ વર્ષ 2008ની 21મી જાન્યુઆરીના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટમાં ચલાવી સામૂહિક બળાત્કારના તમામ 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકરાવમાં આવી હતી. આ મામલે બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ આજીવન કેદની સજા યથાવત રાખી હતી. આ મામલાના દોષિતોએ 15 વર્ષ જેલમાં વિતાવ્યા બાદમાં એક દોષિતે અકાળે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જે મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્ય સરકારને વર્ષ 1992ની નીતી મુજબ દોષિત ઠરાવવાની તારીખે તેની સજા માફ કરવાના મુદ્દા પર ધ્યાન આપવા નિર્દેશ કર્યો હતો. બાદમાં રાજ્ય સરકારે એક સમિતિની રચના કરી સામૂહિક બળાત્કારના તમામ 11 આરોપીને છોડી મુકવા આદેશ કરી દીધો હતો.

3 માર્ચ 2002ના રોજ ગુજરાતમાં કોમી રમખાણો દરમિયાન પાંચ માસની ગર્ભવતી બિલકિસબાનો પર સામુહિક બળાત્કાર ગુજાર્યા અને તેના પરિવારને નિર્દયી રીતે મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રણધિકપુર ગામમાં બની હતી. નિર્દયી હત્યાઓ અને પાશ્વી બળાત્કાર જેવા જઘન્ય અપરાધના દોષિતોને છોડી મુકવા મામલે સમાજિક કાર્યકરો અને રાજ્યની પ્રજા પણ સ્તબ્ધ જોવા મળી રહી છે.

આ મામલે પીડિતા બિલકિસબાનો એ પણ ભાવુક થઈ જણાવ્યું હતું કે, ‘મેં સાંભળ્યું કે મારા જીવન બરબાદ કરનાર અને મારી 3 વર્ષની દીકરી સહિત પરિવારના સભ્યોને છીનવી લેનારા 11 દોષિતોને છોડી મુકવાનો હુકમ થયો ત્યારે હું સ્તબ્ધ થઈ ગઈ હતી.’ સાથે જ તેમણે કહ્યું હતું કે, ‘મારું દુ:ખ અને મારી ડગમગી ગયેલી શ્રદ્ધા માત્ર મારા માટે જ નથી, પરંતુ અદાલતોમાં ન્યાય માટે લડતી દરેક મહિલા માટે છે.’

વધુ વાંચો- સાવધાન ! ફ્લિપકાર્ટ આપનો અંગત ડેટા લઈ શકે છે ? આણંદ પોલીસે તાગ મેળવવાની કરી શરૂઆત

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...