Homeઆંતરરાષ્ટ્રીયUAEમાં 40 દિવસનો શોક, કચેરીઓ ત્રણ દિવસ બંધ : સયુંક્ત અરબ અમિરાતના...

UAEમાં 40 દિવસનો શોક, કચેરીઓ ત્રણ દિવસ બંધ : સયુંક્ત અરબ અમિરાતના રાષ્ટ્રપતિનું નિધન

-

The President of the #UAE અબુધાબી : સંયુક્ત અરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું શુક્રવારે 73 વર્ષની જૈફ વયે નિધન થયું છે. રાષ્ટપતિ શેખ બિન ઝાયેદ અલ નાહયાનના દુઃખદ નિધનને પગલે ઈસ્લામીક રાષ્ટ્ર સંયુક્ત અરબ અમીરાતના લોકો દુઃખમાં ગરકાવ થયા છે. આ તકે સત્તાવાર માહિતી આપતા WAMની સત્તાવાર સમાચાર એજન્સીએ જણાવ્યું કે “શુક્રવારે, 13 મેના રોજ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધનની આ દુ:ખદ ઘડીમાં રાષ્ટ્રપતિ બાબતોનું મંત્રાલય UAE અને ઇસ્લામિક વિશ્વના લોકો સાથે ઉભું છે.”

સાથે જ સમાચાર એજન્સીએ જણાવ્યું છે કે, શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાન Sheikh Khalifa bin Zayed Al Nahyanના નિધન પર મંત્રાલયે 40 દિવસનો શોક જાહેર કર્યો છે. સાથે જ શુક્રવારના રોજથી UAEનો ઝંડો 40 દિવસ સુધી કાઠીએ ફરકાવવામાં આવશે. દુઃખદ પ્રસંગે શોકની જાહેરાત કરતા ખાનગી અને સરકારી ક્ષેત્રની કચેરીઓ પણ શરૂઆતના 3 દિવસ સુધી કામ સ્થગીર રાખશે.

UAE સયુંક્ત અરબ અમિરાતના રાષ્ટ્રપતિ Sheikh Khalifa bin Zayed Al Nahyanનું નિધન

https://twitter.com/WAMNEWS_ENG/status/1525066208080543744?s=20&t=RC-cWCcIP7t0PlqBNC6rmw

મહત્વની વાત છે કે, UAEના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનએ વર્ષ 2004માં અબુધાબીના 16માં રાજા તરીકે શપથ લીધા હતા. UAEના સૌથી ધનીક અમીરાત અબુધાબની રાજા તરીકે પદગ્રહણ સાથે તેમના પિતાના સ્થાને તેઓ UAEના રાષ્ટ્રપતિના પદ પર પણ બીરાજમાન હતા.

ઉલ્લેખનીય છે કે, તેમને હાર્ટ એટેક આવ્યા બાદ સર્જરી કરવામાં આવી હતી. તેમના મૃત્યુ બાદ હવે તેમના ભાઈ અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદ હવે UAEના શાસક તરીકે પદઆરૂઠ કરે તેવી સંભાવના છે.

આ તકે ભારતના નેતાઓ એ પણ રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ટ્વિટ કરી નેતાઓએ શોક પ્રગટ કર્યો છે. પ્રધાનમંત્રી મોદી સહિત કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજય, કોંગ્રેસ નેતા શશી થરુર અને ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો છે.

Must Read