Homeગુજરાતઅમદાવાદરસી નથી લીધી તો લઈ લેજો, નામની યાદી પોલીસને સોંપાઈ છે: અમદાવાદ

રસી નથી લીધી તો લઈ લેજો, નામની યાદી પોલીસને સોંપાઈ છે: અમદાવાદ

-

Ahmedabad : દેશભરમાં કોરોના સંક્રમણ સડસડાટ વધતુ જોવા મળી રહ્યું છે, ત્યારે રાજ્યમાં પણ કોરોનાના કેસ (corona case) વધી રહ્યાં છે. રાજ્યમાં મોટા શહેરોમાં કોરોના સંક્રમણની રફતાર તેજ બનતા હવે તંત્ર સક્રિય થયુ છે. (Corona vaccine નથી લીધી તો લઈ લેજો નામની યાદી પોલીસને સોંપાઈ છે Ahmedabad news) . જેમાં અમદાવાદ મહાનગરપાલિકા (AMC) તંત્ર સફાળુ જાગી એલર્ટ બની ગયુ છે. હવે તેમને કોરોનાની સામે લડવા માટે રસીકરણને વેગ આપવા માટે મોરચો માંડ્યો છે. જેથી આશા છે કે કોરોના સંક્રમણ કાબુમાં આવશે અથવા તો કોરોના સંક્રમિત દર્દીઓને ઉગારી શકાશે. આ કામ માટે હવે અમદાવાદ (ahmedabad) મનપા પોલીસ વિભાગનો સહકાર મેળવી આગળ વધવા જઈ રહી છે.

Corona vaccine નથી લીધી તો લઈ લેજો નામની યાદી પોલીસને સોંપાઈ છે Ahmedabad news 2021
Corona vaccine નથી લીધી તો લઈ લેજો નામની યાદી પોલીસને સોંપાઈ છે Ahmedabad news 2021

રાજ્યમાં ગઈકાલે રાત સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2265 સુધી પહોંચી ગઈ હતી. જેને જોતા અમદાવાદ મનપા દ્વારા એક એક્શન પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં તેમને પોલીસનો સહકાર મેળવી રસીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેમને પોલીસ વિભાગને જે લોકોએ કોરોના સામેની રસી લીધી નથી તેવા લોકોના નામની યાદી પણ સોંપી દીધી છે.

અમદાવાદમાં રસીકરણ ફટાફટ પુર્ણ થાય અને કોરોના કાબુમાં આવે તે આશયથી આ પગલુ લેવાયુ છે. જેમાં જે લોકો એ કોરોના વિરોધી રસી નહીં લીધી હોય તેમને પોલીસ સ્ટેશનમાંથી ફોન પણ આવી શકે છે. કારણ કે મનપા દ્વારા અમદાવાદ પોલીસને રસી નહીં લીધેલા લોકોનું લીસ્ટ સોંપવામાં આવ્યું છે. બાદમાં હવે રસીનો બીજો ડોઝ લેવાનો જે લોકોને બાકી છે તેમને પણ પોલીસ ફોન કરી જાણ કરશે. ખરેખર આ પગલુ વ્યાજબી અને જરૂરી હોવાનું મનાય છે કારણ કે, અમદાવાદમાં રેકોર્ડબ્રેક 1314 કોરોના કેસ નોંધાયા હતા.

અમદાવાદના અહેવાલો પરથી માહિતી મળે છે કે, શહેરમાં કેટલીક શાળાના વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તો ઉદગમ શાળા એ ધોરણ 1 થી 5 સુધીના ઑફલાઈન વર્ગો બંધ કરી દેવાયા છે.

ગુજરાતમાં પણ કોરોનાનો કહેર

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે, ત્યારે કોરોની ત્રીજી લહેરની શરૂ થઈ ગઈ હોય તેવી લાગે છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો વિસ્તોફટ થયો છે. ગઈ કાલે રાજ્યમાં કોરોનાના 2265 કેસ કેસ સામે આવ્યા છે જ્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં 1314 નોંધાયા છે તો સુરતમાં 424 કેસ વડોદરામાં 94 કેસ અને રાજકોટમાં 57 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 35 તો જામનગર 23 કેસ કોરોનાના સામે આવતા તંત્ર સતર્ક બની ગયું છે.રાજ્યમાં આજે કોરોનાના કારણે 2 દર્દી મોતને ભેટયા છે જ્યારે 18 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.

ગુજરાતમાં હવે એક્ટિવ કેસ 7,881 સુધી પહોંચી જતાં લોકો અને સરકારના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. રાજ્યમાં આજે 8.73 લાખ લોકોને વેક્સિન અપાતા કુલ 9.13 કરોડ વેક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી આજે 5.78 લાખ બાળકોને કોરોના રસીની કવચ આપી દેવાયું છે. સારી વાત એ છે કે ગુજરાત રાજ્યમાં રિકવરી રેટ 98.85% સુધી પહોંચી ગયો છે.

સુરતની સ્થિતિ પણ ચિંતાજનક
ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા રેકોર્ડબ્રેક તરફ ગતી કરી રહ્યા છે ત્યારે સુરત શહેર પણ ચિંતાજનક હોવાનું સામે આવે છે. સુરતના 7 મહિના બાદ 400 થી વધારે કેસ જોવા મળતા ચિંતામાં વધારો જોવા મળે છે. સુરત શહેરમાં 415 અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં 9 કોરોના કેસ નોંધાયા છે. આ બાબતની ગંભીરતા પારખી આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યુ છે.

Must Read