Homeકલમજિંદગીની કૈંક કપરી ભીંસમાંથી નીકળી છે; મારી ગઝલો નહિ પડેલી ચીસમાંથી નીકળી...

જિંદગીની કૈંક કપરી ભીંસમાંથી નીકળી છે; મારી ગઝલો નહિ પડેલી ચીસમાંથી નીકળી છે.

-

આ ગઝલના સર્જક અનિલ ચાવડા કે એમનું કોઈપણ સર્જન, પછી તે ગઝલ, કવિતા કે નવલકથા હોય, એ કોઈ પ્રસ્તાવનાના મોહતાજ નથી. માટે કોઈ પૂર્વભૂમિકા વગર જ આ ગઝલ પ્રકાશિત કરીએ છીએ.

ગઝલ

જિંદગીની કૈંક કપરી ભીંસમાંથી નીકળી છે;
મારી ગઝલો નહિ પડેલી ચીસમાંથી નીકળી છે.

મારી સાથેસાથે એને ઘર સુધી નહિ આવવા દઉં;
એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે.

કેટલીયે વાર એવું પણ થયેલું જોયું છે મેં,
બદદુવાઓ પણ ઘણી આશિષમાંથી નીકળી છે.

જો ચૂલા લગ નહિ જવા દો તો જશે જ્વાળામુખી લગ;
નાની અમથી આગ જે માચીસમાંથી નીકળી છે.

છે સમય તો બાર વત્તા બાર અંધારી ગુફાઓ,
ને હયાતી રોજ એ ચોવીસમાંથી નીકળી છે.

અનિલભાઈની કવિતા, ગઝલ, શાયરી જોવા, વાંચવા અને સાંભળવા માટે

અનિલભાઈની કવિતા, ગઝલ, શાયરી જોવા, વાંચવા અને સાંભળવા માટે…

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...