Monday, May 16, 2022

દેશનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે ? જાણો કેવી રીતે કરશે કામ

દેશનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દેશના રાજમાર્ગોને સુધારવા માટે કંઈક નવું કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની રોડ-માર્ગે મુલાકાત લીધી હતી. હવે તેમનું મંત્રાલય વિદેશી કંપની સાથે દિલ્હીથી જયપુર સુધી ઇલેક્ટ્રિક હાઇવે બનાવવા માટે વાતચીત કરી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દિલ્હીથી જયપુર સુધી ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાનું મારું સ્વપ્ન છે. તે હજુ પ્રસ્તાવિત પ્રોજેક્ટ છે. અમે એક વિદેશી કંપની સાથે ચર્ચા કરી રહ્યા છીએ.

રાજસ્થાનના દૌસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની પ્રગતિની સમીક્ષા કરતી વખતે, ગડકરીએ કહ્યું કે બસો અને ટ્રક પણ ઇલેક્ટ્રિક રેલવે એન્જિનની જેમ વીજળી પર ચાલશે. તેમણે કહ્યું કે પરિવહન મંત્રી તરીકે તેમણે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ખતમ કરવાનો સંકલ્પ કર્યો છે.

વિશ્વભરના દેશો તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોનો વિકલ્પ અપનાવી રહ્યા છે. ગડકરીએ કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનો ઉપરાંત, બસ, ટ્રક અને રેલવે એન્જિન પણ વીજળી પર ચલાવી શકાય છે. દાવો કરવામાં આવે છે કે ઇલેક્ટ્રિક હાઇવે શરૂ થયા બાદ મુસાફરોની મુસાફરી ના કલાકો 4-5 કલાક સુધી ઘટી જશે.

ઇલેક્ટ્રિક હાઇવે શરૂ થયા બાદ ટ્રક અને બસો વીજળી પર ચાલશે. આ હાઇવે પર ટ્રક અને બસો મેટ્રોની જેમ ઉપર લગાવેલા ઇલેક્ટ્રિક વાયરથી ચાલશે. તે ખાસ કરીને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ડીઝાઇન કરવામાં આવશે.

ગડકરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની પ્રગતિની સમીક્ષા કરી, જે રાષ્ટ્રીય રાજધાની અને આર્થિક રાજધાની વચ્ચેનો માર્ગ 24 કલાકને બદલે 12 કલાકમાં પૂર્ણ કરવાની અપેક્ષા છે. આ આઠ લેનનો એક્સપ્રેસ વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પસાર થશે.

નીતિન ગડકરીએ પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે શરૂ થયા બાદ કેન્દ્ર સરકાર દર મહિને 1,000 થી 1,500 કરોડ રૂપિયા (ટોલ આવક) કમાશે. તેમણે કહ્યું કે આ એક્સપ્રેસ વે વર્ષ 2023 સુધીમાં શરૂ થવાની આશા છે.

- Advertisment -

Must Read

rajkot police arrest fake degree board of education delhi seit

દિલ્હી બોર્ડના નામે છેતરપિંડી કેસ: મહિલા સહિત વધુ 3ની ધરપકડ: રાજકોટ

Rajkot City News રાજકોટ : તાજેતરમાં રાજકોટમાંથી ક્રાઈમ બ્રાન્ચે અભ્યાસ વગર બોગસ સર્ટિફિકેટ વેચવાના આરોપીને ઝડપી પાડ્યો...