Homeગુજરાતથરાદ પોલીસે ફરિયાદી સામે જ ફરિયાદ નોંધી, હાઇકોર્ટે પોલીસની કાઢી ઝાટકણી

થરાદ પોલીસે ફરિયાદી સામે જ ફરિયાદ નોંધી, હાઇકોર્ટે પોલીસની કાઢી ઝાટકણી

-

Law News : થરાદમાં ફરિયાદી સામે જ પોલીસે FIR નોંધવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પોક્સોની ફરિયાદમાં આરોપી સાથે સમાધાન ન કરવાના કારણે જાતીય સતામણીનો ભોગ બનેલી સગીરાના પિતા સામે થરાદ પોલીસે હત્યાના પ્રયાસની FIR નોંધતા હાઇકોર્ટ (Gujarat High Court) માં અરજી કરવામાં આવી હતી. જેને લઇ થરાદ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે થરાદ પોલીસ (Tharad Police) ની ઝાટકણી કાઢી છે અને તપાસના આદેશ આપ્યા છે.

બનાસકાંઠા (Banaskantha)ના થરાદમાં એક સગીરા સાથે ચાર નરાધમોએ જાતીય સતામણી કરી હતી. આરોપીઓએ જ્ઞાતિના વડિલો દ્વારા સગીરાના પિતા સાથે સમાધાનના પ્રયાસો કર્યા હતા. પરંતુ સગીરાના પિતાએ સમાધાન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી બીજી વખત સગીરા સાથે જાતીય સતામણી કરવામાં આવી હતી.

વધુ વાંચો- અમદાવાદમાં દારૂ ભરેલો ટ્રક રાજસ્થાનના આ સ્થળેથી આવ્યો હતો તેવું ખલ્યું

આથી સગીરના પિતાએ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ચાર આરોપીઓમાંથી એક આરોપી બ્રિજેશ જેહાણીએ પોતાની સામે પોક્સોનો ગુનો નોંધાતા સગીરાના પિતા સામે ખોટી ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે સગીરાના પિતા દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાથી ઇજા પહોંચી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ બાદ સગીરાના પિતાએ CCTV કેમેરાના ફૂટેજ દર્શાવતા તેમાં કોઈ પણ જાતની મારામારી થઇ હોવાનું સાબિત થયું ન હતું. તેમ છતાં બ્રિજેશના પિતા બનાસકાંઠામાં હેલ્થ એફિસર હોવાથી તેનો ફાયદો ઉઠાવીને બ્રિજેશ જેહાણીએ પિતા પાસે ખોટી રીતે ઇજાનું સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું.

વધુ વાંચો- મવડી LIG આવાસ લોકાર્પણની રાહમાં લાભાર્થીઓ બેવડા બોજમાં ફસાતા કર્યા ધરણા

આથી સગીરાના પિતાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે થરાદ પોલીસની ભૂમિકા સામે સખત નારાજગી દર્શાવી હતી. કોર્ટે તપાસના આદેશ આપ્યા બાદ ટકોર કરતા કહ્યું કે, ‘પોલીસ અને ડૉક્ટરે ખોટું કર્યું છે. પોલીસ અધિકારી અને ડૉક્ટરને જેલમાં મોકલવામાં આવશે.’ મહત્વનું છે કે, આરોપી બ્રિજેશ જેહાણીએ સગીરાના પિતા સામે કેસ કર્યો છે. આરોપીએ ખોટો કેસ કરી ઈજાનું બોગસ સર્ટિ પણ બતાવ્યું છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...