Homeતંત્રી લેખમને આ જવાબદારીને લાયક બનાવવા બદલ "દાદા"નો આભાર

મને આ જવાબદારીને લાયક બનાવવા બદલ “દાદા”નો આભાર

-

તુષાર બસિયા : દાદા, આપનો આ શુભેચ્છા સંદેશ મારા માટે એક જવાબદારી છે. આપણા અખબારના વાંચકો અને પત્રકારત્વ પ્રત્યેની જવાબદારી તો ખરી જ, સાથે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સંસ્થા નવજીવન અને આપના આદર્શ પત્રકારત્વના અભ્યાસને દિપાવવાની જવાબદારી પણ સહર્ષ સ્વીકારું છું.

હું ગભરાઈશ, પ્રતાડિત પણ થઈશ. પણ સત્યનો સાથ નહીં છોડું.

ગાંધી પર અંગ્રેજી હુકૂમતે રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો તે વખતે ગાંધીએ સજા સામે બચાવની દલીલ કરવા કરતાં, સત્ય બોલીને સાથે સજા ભોગવવાનું સ્વીકાર્યું હતું. એ જ રીતે સત્યને વળગી સ્વતંત્ર પત્રકારત્વને સાર્થક કરવાનો હું હંમેશાં પ્રયત્ન કરીશ. એ વાતનો પણ હું એકરાર કરું છું કે, આ રસ્તો ઘણો કઠીન રહેશે, ઘણી સમસ્યા આવશે. પરંતુ આવા સંજોગોમાં ક્યારેક હું ગભરાઈશ, પ્રતાડિત પણ થઈશ. પણ સત્યનો સાથ નહીં છોડું. આવા સમયે આપનો સહકાર સત્ય તરફી જ રહેશે. એ વાત પણ હું બરાબર જાણું છું અને માનું પણ છું.

આપનું માર્ગદર્શન પણ અમૂલ્ય રહ્યું છે.

એ વાત પણ કહેવી રહે કે, ખરા અર્થમાં આપે પત્રકારત્વ તો શીખવ્યું જ છે, સાથે વિદ્યાર્થીને સારો માણસ બનાવવાની પણ જહેમત ઉઠાવી છે. એ જ સારો માણસ આપને મારા પત્રકારત્વમાં પણ જોવા મળશે. ગ્રામીણ પત્રકારત્વ કરવા નીકળ્યો હતો તે સમયે આવેલી મુશ્કેલી અને અસમંજસના સમયે આપનું માર્ગદર્શન પણ અમૂલ્ય રહ્યું છે.

ઘરના ચૂલાની ચિંતા પત્રકારને કેટલાક બંધનોમાં રહીને પત્રકારત્વ કરવા મજબૂર કરે છે.

સાથે એ પણ કહીશ કે, આપણા અખબાર થકી કેટલાય ઘરમાં દિવા પ્રગટશે અને ખુશીઓ આવશે. મારો ઉદ્દેશ છે કે, જે પત્રકારત્વના વિદ્યાર્થીઓ કે પત્રકારોને પગારથી વધુ કાંઈ નથી જોઈતું તેને પગાર સાથે સ્વતંત્ર પત્રકારત્વનું પ્લેટફોર્મ મળે. ઘરના ચૂલાની ચિંતા પત્રકારને કેટલાક બંધનોમાં રહીને પત્રકારત્વ કરવા મજબૂર કરે છે. પરંતુ હું પ્રયાસ કરીશ કે તેમને આ મજબૂરીમાંથી મુક્તિ મળે. અંતમાં જણાવવાનું કે આપણું અખબાર સૌનું અખબાર બની રહેશે.

જય હિન્દ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...