Homeરાજકારણકેન્દ્ર સરકારને ઠાકરેની ખુલી ચેલેન્જ હિંમત હોઈતો કરી બતાવો !

કેન્દ્ર સરકારને ઠાકરેની ખુલી ચેલેન્જ હિંમત હોઈતો કરી બતાવો !

-

ઉદ્ધવ ઠાકરેએ આર્યન ખાન અને NCB ના બહાને ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું સતા પણ ડ્રગ્સ સમાન છે, તેનો નશો પણ ખુબજ નુકશાન પહોચાડી શકે છે

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના(Shahrukh Khan) પુત્ર આર્યન ખાન(Aryan Khan) પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની કાર્યવાહીના બહાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(thackrey) કેન્દ્રમાં સતા પર રહેલી ભાજપ સરકાર પર હુમલો કર્યો છે, અને પડકાર ફેંક્યો છે જો તમારી હિંમત હોય તો મહાવિકાસ અઘાડી સરકાર ઉતારીને બતાવો. આઘાડી સરકાર.ડ્રગ્સ કેસ(drugs case) મામલે ઠાકરેએ પોતાનો ગુસ્સો એનસીબી પર પણ ઉતાર્યો છે.

ઉદ્ધવે કહ્યું કે, “અત્યારે જે રમત ચાલી રહી છે, તેઓ તેમના મનમાં જે આવે તે કરે છે, તેઓ માત્ર સતા ઈચ્છે છે. ડ્રગ વ્યસનનો ઉપાય કરવો જોઈએ, પરંતુ સત્તાનો નશો પણ એક પ્રકારનો ડ્રગ્સ છે. નાની ચૂંટણીઓથી લઈને લોકસભાની ચૂંટણી, મારે દરેક જગ્યાએ જીતવું જોઈએ, આ પણ એક પ્રકારનો નશો છે. આ નશાને કોણ અટકાવશે ? આવતા મહિને આપણી આ સરકારએ બે વર્ષ પુરા કર્યા છે. ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હું આજે પણ કહું છું, જો હિંમત હોય તો, સરકારને હટાવીને બતાવો.”

તેમને કહ્યું કે ” આખી દુનિયામાં મારા મહારાષ્ટ્ર માંજ ગાંજા અને ચરસનો તુફાની વેપાર થાય છે,આવું બધી જગ્યાએ બતાવામાં આવી રહ્યું છે.વધુમાં જણાવ્યું “હું ફરીવાર જણાવી રહ્યો છે કે, અમારી સંસ્કૃતિ છે આંગણામાં તુલસી વાવવાની.પરતું બતાવવામાં આવી રહ્યું છેકે તુલસીની જગ્યાએ ગાંજો લાગવાનું. અને આ જાણી જોઇને કરવામાં આવી રહ્યું છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...