Homeટેકનોલોજીઆ કિટ બનાવી દેશે પેટ્રોલ વાહનને ઈલેક્ટ્રીક એકદમ સરળ રીતે, 90 ટકા...

આ કિટ બનાવી દેશે પેટ્રોલ વાહનને ઈલેક્ટ્રીક એકદમ સરળ રીતે, 90 ટકા પેટ્રોલનો ખર્ચ બચશે

-

Technology News in Gujarati અમદાવાદ : મોંઘવારીના સમયમાં પેટ્રોલના ભાવ લોકને દઝાડી રહ્યાં છે, બીજી તરફ પ્રદુષણનો વિકરાળ પ્રશ્ન પણ વિકટ થતો જાય છે. વળી પેટ્રોલ-ડિઝલ કે ગેસ જેવા ઈંધણનો વિકલ્પ શોધવો જરૂરી બન્યો છે. એવામાં ઈલેક્ટ્રિક વાહન EV નો વિકલ્પ હાલ ઉભરતો જોવા મળે છે. આ રેસમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખેલાડીઓ સામે ગુજરાતના સ્થાનીક ખેલાડીઓ પણ પોતાના ઈનોવેશન ઉભા કરી લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે.

અમદાવાદના વિપુલ પટેલ નામના યુવકે કરેલું ઈનોવેશન સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યું છે. વિપુલ પટેલે બનાવી એક કિટ EV Conversion Kit પેટ્રોલ ટુ-વ્હિલર વાહનને ઈલેક્ટ્રીકમાં તબદીલ કરી દે છે. એટલું જ નહીં પણ પેટ્રોલનો ઓપ્શન પણ ચાલુ રહેવાથી બેટરી ખતમ થાય ત્યારે પેટ્રોલથી વાહન ચલાવી શકાય છે. જેમાં મહત્વની બાબત છે કે એક કિટ ફીટ કરવાથી આ કામ થઈ જાય છે અને તે ફીટીંગ કરવા માટે પણ સરળ પધ્ધતિ વિપુલે ધ્યાને રાખી આ કિટ બનાવી છે.

વધુ વાંચો- આ કીટ હીરો સ્પ્લેન્ડરને કરી દેશે ઇલેક્ટ્રિક વાહન, જાણો કિંમત અને એવરેજ શું છે ?

કિટ વિશે તમામ રસપ્રદ માહિતી આ રહી

petrol to electric conversion kit ev vehicles gujarat innovation by vipul patel retrofit kit automobile news
Photo credit: http://wheelectric.in/

વિપુલના મતે આ કિટ વાહનમાં લગાવી દેવાથી સામાન્ય રીતે થતો પેટ્રોલનો ખર્ચ 90 ટકા સુધી ઘટાડી શકાય છે. આ કીટ કોઈ પણ વાહનમાં લાગી શકે અને પેટ્રોલ વાહન ઈલેક્ટ્રિક વાહનમાં કન્વર્ટ કરી શકાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઈનોવેશનને વિપુલ પટેલે રેટ્રોફિટ ઈલેક્ટ્રિક કિટ નામ આપ્યું છે. જેને તેમણે ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ માટે પેટન્ટ પણ કરાવ્યું છે. વિપુલે પોતાના ઈનોવેશને ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC)માં પણ અરજી કરી મોકલ્યું હતું. આ મોડલને લઈ વિપુલને 10 જ દિવસમાં મંજૂરી મળી ગઈ હતી અને સરકાર તરફથી પ્રોત્સાહન કરતું ફંડ પણ મળ્યું હતું.

ગુજરાત યુનિવર્સિટીએ મેનેજમેન્ટ, રાઇટ્સ, મેન્યુફેક્ચરિંગ સહિતમાં મદદ કરી હતી. શરૂઆતમાં 4 લાખની ગ્રાન્ટ પણ મળી ગઈ છે અને બીજી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે, જે ટૂંક સમયમાં મળી જશે. અત્યારે આ કિટનું ઓનલાઇન પ્રી-બુકિંગ થઈ રહ્યું છે. www.wheelectric.in નામની વેબસાઈટ પર આ કિટ અંગેની તમામ માહિતી અને બુકિંગની વિગતો મૂકવામાં આવી છે. આ વેબસાઈટ પરથી અત્યારે બુક કરાવી શકાશે.

petrol to electric conversion kit ev vehicles gujarat innovation by vipul patel retrofit kit automobile news in gujarati today
Photo credit: http://wheelectric.in/

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...