Monday, May 16, 2022

અધધ.. 65 કરોડનું ઈનામ આપશે ગૂગલ ભારતના આ યુવકને જાણો કેમ !

Indian Guy get 65 crore Reward From Google Technology news in Gujarati : ભારતના એન્જિનિયરના વ્યવસાય સાથે સંકળાયેલા અમન પાંડે આજકાલ ખુબ ચર્ચામાં છે. Google જેવી ટેક જાયન્ટ કંપની આ વ્યક્તિને રૂપિયા 65 કરોડની 65 Crore રકમ ઈનામ પેટે આપવાની છે. અમન ઈંદૌરના રહેવાસી છે અને એક ટેક્નિકલ એક્સપર્ટ પણ છે. આ કરોડો રૂપિયાનું ઈનામ ગૂગલ દ્વારા તેમને આપવામાં આવશે તેની પાછળનું કારણ પણ ટેક્નિલ એક્સપર્ટની Technical Expert દ્રષ્ટીએ ટેક્નિકલ છે. આ કેવી રીતે થઈ તે માટે Google vulnerability reward program સમજવો જરૂરી છે. પરંતુ અહિં આ લેખમાં જાણીશું કે કેવી રીતે આ યુવકને મળ્યું છે આટલું મોટું ઈનામ.

Technology news in Gujarati યુવાનને 65 કરોડનું ઈનામ આપશે ગૂગલ

google vulnerability reward program 2022 indore guy get 65 crore reward from google tech news gujarati
પ્રતિકાત્મક તસવીર

ગૂગલે પોતાના વલ્નેરેબિલિટી રિવૉર્ડ પ્રોગ્રામ હેઠળ અમનને વર્ષ 2021માં ટૉપ 5 રિસર્ચરમાંથી સિલેક્ટ કર્યા છે. અને તેમને રૂપિયા 65 કરોડના ઈનામની ઘોષણા કરી છે. અમન વર્ષ 2019 થી જ ગૂગલમાં ક્ષતિઓ શોધવાનું કામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં તેમણે 280 કરતા વધારે વેલિડ બગ શોધી આપ્યા છે. અમન બગ્સમિરર (Bugsmirror) ના ફાઉન્ડર પણ છે અને સી.ઈ.ઓ. પણ છે. આ બગ્સમિરર અમનનું સ્ટાર્ટઅપ છે જે તેમણે 2019માં શરૂ કર્યું હતુ. જેના કો ફાઉન્ડર માનસ સાથે મળીને તેઓ અત્યાર સુધીમાં વિવિધ કંપનીના સોફ્ટવેરમાં 600 કરતા વધારે બગ શોધી ચૂક્યા છે. વર્ષ 2021માં અમન પાંડે એ ગૂગલ કંપનીના વલ્નેરેબિલિટી રિવૉર્ડ પ્રોગ્રામ હેઠળ જોડાઈ એન્ડ્રોઈડમાં 232 ક્ષતિઓ શોધી કાઢી હતી.

એટલું જ નહીં પરંતુ અમનના સ્ટાર્ટઅપ બગ્સમિરર એ Google, Samsung અને Apple જેવી દિગ્ગજ કંપનીઓના સોફ્ટવેરમાં પણ કેટલીક ક્ષતિઓ શોધી આપી છે. તેઓના આ સ્ટાર્ટઅપની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગૂગલની એક એપ્લિકેશનમાં એક બગ શોધી કાઢ્યો હતો જેના માટે કંપનીએ તેમને રૂપિયા 70 હજારનું ઈનામ આપ્યું હતુ. આ સમયે અમન પાંડે એક વિદ્યાર્થી હતા.

અમન ના કહેવ પ્રમાણે તેમને આ કંપની બગ્સમિરિરની શરૂઆત લોકોને સાયબર સિક્યોરિટી આપવા માટે કરી હતી. જેના કારણે લોકો અને કંપનીઓને સાયબર એટેકથી સુરક્ષિત રાખી શકાય. ત્યારે હવે તેમની કંપનીને ભારતીય કંપનીઓ તરફથી પણ વ્યસાય મળવા લાગ્યો છે.  

અમન પાંડે એ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને બીટેક. ગ્રેજ્યુએટ છે. તેમણે પોતાના એન્જિનિયરિંગનો અભ્યાસ એન.આઈ.ટી. ભોપાલમાંથી કર્યો છે. તેઓ મોબાઈલ એપ ડેવલોપમેન્ટ, જાવા, સૉફ્ટવેર સહિતના કાર્યો કરવામાં કુશળ છે. અને લગભગ 4 વર્ષથી સિક્યોરિટી રિસર્ચ કરી રહ્યા છે. ગૂગલની આ સ્પર્ધામાં દુનિયાભરના 100 ટેક એક્સપર્ટ લોકોએ ભાગ લિધો હતો.

ઉલ્લેખનિય છે કે, ગૂગલ ઘણી વખત આ પ્રકારના પ્રોગ્રામ લોન્ચ કરતું હોય છે, જેમાં ગૂગલના પ્રોડક્ટ્સમાં ભૂલ શોધી આપવા કે બગ્સ શોધી આપવા માટે ઈનામ આપવામાં આવે છે. જો તમે પણ આ પણ ટેકલોજીના એક્સપર્ટ હોય તો ગૂગલના આવા પ્રોગ્રામમાં હિસ્સો લઈ શકો છો.

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...