Homeટેકનોલોજીહોન્ડા લાવી રહ્યું છે નવું ‘ફ્યુચરિસ્ટિક ઇલેક્ટ્રિક એક્ટિવા’, જાણો ક્યારે લોન્ચ થશે?

હોન્ડા લાવી રહ્યું છે નવું ‘ફ્યુચરિસ્ટિક ઇલેક્ટ્રિક એક્ટિવા’, જાણો ક્યારે લોન્ચ થશે?

-

Technology News in Gujarati : Electric Activa : દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (E Vehicles)ની માંગ વધી રહી છે, જેના કારણે શરૂઆતી તેમજ દિગ્ગજ કંપનીઓ આ માર્કેટમાં વહેલી તકે પ્રવેશ કરવાનું વિચારી રહી છે. ફોર વ્હીલર કરતાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં વધુ હલચલ જોવા મળી રહી છે.

હવે Honda Motorcycle and Scooter India (HMSI) એ પણ ઇલેક્ટ્રિક સ્કૂટર (EV Scooterની વધતી માંગને ધ્યાનમાં રાખીને 2023ની શરૂઆતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter)ની આ રેસમાં પ્રવેશવાનું નક્કી કર્યું છે. HMSI દેશની બીજી સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની છે, જે અત્યાર સુધી તેના આગામી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વિશે મૌન હતી. પરંતુ હવે HMSI એ સ્પષ્ટ કર્યું છે કે કંપની તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર (E Scooter) આવતા વર્ષે એટલે કે 2023માં લોન્ચ કરવા માટે તૈયાર છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી હોન્ડા ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીના ખૂબ જ લોકપ્રિય એક્ટિવા સ્કૂટરનો ઇલેક્ટ્રિક અવતાર હશે. તમને જણાવી દઈએ કે, એક્ટિવા ભારતમાં હોન્ડાનું સૌથી વધુ વેચાતું સ્કૂટર છે.

આ કીટ હીરો સ્પ્લેન્ડરને કરી દેશે ઇલેક્ટ્રિક વાહન, જાણો કિંમત અને એવરેજ શું છે ?

HMSI ના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને સીઈઓ અત્સુશી ઓગાટા કહે છે કે પ્રોડક્ટ અને ટેક્નોલોજી માટે, HMSI હોન્ડા મોટરસાઈકલ્સ જાપાનના એન્જિનિયર્સ સાથે મળીને એક ટીમ બનાવવાની પ્રક્રિયામાં છે, જે કંપનીને ભારતીય જરૂરિયાતો અનુસાર ઇલેક્ટ્રિક સ્કૂટર માટે ટેક્નોલોજી વિકસાવવામાં મદદ કરશે.

આ કિટ બનાવી દેશે પેટ્રોલ વાહનને ઈલેક્ટ્રીક એકદમ સરળ રીતે, 90 ટકા પેટ્રોલનો ખર્ચ બચશે

એક એહવાલ મુજબ, તેમની મિડ-સેગમેન્ટ મોટરસાઇકલ CB500F ના લોન્ચિંગ વખતે, તેમણે કહ્યું હતું કે,“છેલ્લા છ મહિનામાં, અમે જાપાનમાં અમારી ટીમ સાથે ગંભીર ચર્ચા કરી છે, જ્યાં અમે લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર્સનો સમૂહ ચલાવીએ છીએ.

અમે અભ્યાસ કર્યો છે અને હવે અમારા જાપાનીઝ ઇજનેરોના સમર્થન સાથે વાસ્તવિક વિકાસનો નવો તબક્કો શરૂ કરવા માટે તૈયાર છીએ.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમારી કંપની ‘ફ્યુચરિસ્ટિક એક્ટિવા’ (Futuristic Activa) બનાવી રહી છે, જે પોતાનામાં એક નવો સેગમેન્ટ હશે, જે શહેરની અંદરના શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ટૂંકા અંતરની મુસાફરીની જરૂરિયાતોને પૂરી કરશે.

Must Read