Homeટેકનોલોજી5G લોન્ચ થવામાં હવે લાંબો સમય નહીં લાગે

5G લોન્ચ થવામાં હવે લાંબો સમય નહીં લાગે

-

Technology News in Gujarati : સરકારે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર (TSP)ને 5G સ્પેક્ટ્રમનો સોંપણી પત્ર સોંપ્યો છે. આ સાથે કંપનીઓને 5G લોન્ચ (5G Launching)ની તૈયારીને અંતિમ સ્વરૂપ આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ સ્પેક્ટ્રમ ફાળવણી સાથે, ભારત હાઇ-સ્પીડ (High Speed Internet) 5G ટેલિકોમ સેવાઓ શરૂ કરવાના અંતિમ તબક્કામાં છે.

વધુ વાંચો- આ કિટ બનાવી દેશે પેટ્રોલ વાહનને ઈલેક્ટ્રીક એકદમ સરળ રીતે

આ અંગે કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યુ હતું કે 5G સ્પેક્ટ્રમ એસાઈનમેન્ટ લેટર ટેલીકોમ કંપનીઓને સોંપવામાં આવ્યો છે. TSP ને પણ 5G લોન્ચ માટે તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે.

વધુ વાંચો- હોન્ડા લાવી રહ્યું છે નવું ‘ફ્યુચરિસ્ટિક ઇલેક્ટ્રિક એક્ટિવા’, જાણો ક્યારે લોન્ચ

સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર 5G, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને ઓપ્ટિકલ ફાઈબર કેબલ (Optical Fiber Cable)જેવી ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે આ ટેક્નોલોજીઓ પાયાના સ્તરે ક્રાંતિ લાવશે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...