HomeટેકનોલોજીApple એ આપ્યો ઝટકો, સૌથી સસ્તા 5G iPhone ની કિંમતમાં કર્યો વધારો...

Apple એ આપ્યો ઝટકો, સૌથી સસ્તા 5G iPhone ની કિંમતમાં કર્યો વધારો !

-

Technology News in Gujarati : એપલએ નવા iPhone ના મોડેલ લોન્ચ કર્યા છે. જેમાં કંપનીએ ચાર નવા મોડલ લોન્ચ કર્યા છે – iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro અને iPhone Pro Max. સામાન્ય રીતે નવા iPhone લોન્ચ થતા (iphone Launch)ની સાથે જ કંપની જૂના iPhones ની કિંમતમાં ઘટાડો કરે છે. આ વખતે તેવું થયું નથી પરંતુ તેના બદલે તેની કિંમત વધી છે. એપલે iPhone 14 સિરીઝ (i Phone 14 Series) લૉન્ચ થતાં જ તેનો સૌથી સસ્તો 5G ફોન મોંઘો (iphone Price hike)કરી દીધો છે. કંપનીએ આ હેન્ડસેટના તમામ વેરિઅન્ટની કિંમતમાં વધારો કર્યો છે.

કયા ફોનના વધ્યા ભાવ ?

વાત થઇ રહી છે સૌથી સસ્તા5G iPhone એટલે કે iPhone SE 2022ની, જેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. એપલે આ ફોનની કિંમતમાં 6000 રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીએ તમામ વેરિઅન્ટની કિંમતમાં આ વધારો કર્યો છે. iPhone SE 2022 આ વર્ષે જ લોન્ચ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો- આ કિટ બનાવી દેશે પેટ્રોલ વાહનને ઈલેક્ટ્રીક એકદમ સરળ રીતે, 90 ટકા પેટ્રોલનો ખર્ચ બચશે

એપલ દ્વારા આ ફોનને રૂ. 43,900ની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ સ્માર્ટફોનની લેટેસ્ટ કિંમત 49,900 રૂપિયા થઈ ગઈ છે. ડિવાઇસની કિંમતમાં વધારો iPhone 14 સિરીઝના લોન્ચ થયાના એક દિવસ બાદ કરવામાં આવ્યો છે. ભારતમાં iPhone 14ની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે. કંપનીએ iPhone SE 2022ની કિંમતમાં વધારાનું કોઈ કારણ જણાવ્યું નથી.

iphone SE 2022 ની નવી કિંમત

ફોનના બેઝ વેરિઅન્ટ એટલે કે 64GB સ્ટોરેજ મોડલની કિંમત 49,900 રૂપિયા છે, જે પહેલા 43,900 રૂપિયા હતી. તેમજ તેના 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 48,900 રૂપિયાથી વધીને 54,900 રૂપિયા થઈ ગઈ છે. iPhone SE 2022 ના ટોપ વેરિઅન્ટ એટલે કે 256GB સ્ટોરેજ કન્ફિગરેશનની કિંમત 64,900 રૂપિયા છે જે અગાઉ 58,900 રૂપિયા હતી.

વધુ વાંચો- આ કીટ હીરો સ્પ્લેન્ડરને કરી દેશે ઇલેક્ટ્રિક વાહન, જાણો કિંમત અને…

સ્પેશિફિકેશન શું છે ?

iPhone SE 2022માં 4.7-ઇંચની સુપર રેટિના ડિસ્પ્લે છે. ફોનમાં હોમ બટન આપવામાં આવ્યું છે, જે ટચ આઈડી સાથે આવે છે. Appleએ આ હેન્ડસેટમાં A15 Bionic ચિપસેટ આપી છે, જે iPhone 13 સીરીઝમાં જોવા મળે છે.
બેક સાઇડમાં તમને 12MP મેઇન લેન્સ મળશે જે LED ફ્લેશ સાથે આવે છે. ફ્રન્ટ પર, કંપનીએ 7MP લેન્સ આપ્યો છે. આ સ્માર્ટફોન iOS 15 સાથે આવે છે. હેન્ડસેટ IP68 રેટિંગનો છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...