36 C
Ahmedabad

ટૂંક સમયમાં આવશે 5G, સ્પેક્ટ્રમની હરાજી પર કેન્દ્રની મંજૂરીની મહોર

Published:

Technology news in Gujarati નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક [Cabinet Meeting]માં સ્પેક્ટ્રમની હરાજી મામલે મોટો નિર્ણય લેવાયો છે. કેબીનેટે ટેલિકોમ્યુનિકેશન વિભાગના સ્પેક્ટ્રમ હરાજી પ્રસ્તાવને મંજૂરી આપી છે. સ્પેકટ્રમની હરજી પર મંજૂરીની મહોર લાગતા હવે ખાનગી અને જાહેર સાહસોને 5G સેવા માટે સ્પેક્ટ્રમ [5G Spectrum] હરાજી કરી સોંપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, 20 વર્ષની વેલિડિટી પીરિયડ સાથે કુલ 72097.85 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની જુલાઈ, 2022ના અંત સુધીમાં હરાજી કરવામાં આવશે. હરાજીમાં શ્રેષ્ઠ બોલી લગાવનાર કંપની 5G સ્પેક્ટ્રમ માટે 20 માસિક હપ્તાઓમાં ચૂકવણી કરી શકશે.

સ્પેક્ટ્રમની હરાજી [Spectrum Auction]ત્રણ બેન્ડમાં થશે જેમાં લો બોન્ડ, મિડ બેન્ડ અને હાઈ ફ્રિકવન્સી બેન્ડ હશે. 600 MHz, 700 MHz, 800 MHz 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz હશે. મધ્યમાં 3300 MHz અને ઉચ્ચ 26 GHz ફ્રીક્વન્સી [Frequency Band] બેન્ડ છે.

વિકાસ અને ઈન્ટરનેટની સ્પીડમાં વધારો કરવાના અને પ્રોત્સાહનના હેતુથી ખાનગી કેપ્ટિવ નેટવર્ક સ્થાપવાનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું છે કે ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહેલી 5G સેવા વર્તમાન 4G સેવા કરતા 10 ગણી વધારે ઝડપી હશે.

ટૂંક સમયમાં આવશે 5G – સ્પેક્ટ્રમની હરાજી પર કેન્દ્રની મંજૂરીની મહોર- Technology News

સત્તાવાર નિવેદન અનુસાર, “સ્પેક્ટ્રમ સમગ્ર 5G ઇકો-સિસ્ટમનો અભિન્ન અને આવશ્યક ભાગ છે. 5G સેવાઓમાં નવા યુગના વ્યવસાયો બનાવવાની, સાહસો માટે વધારાની આવક પેદા કરવાની ક્ષમતા છે. આશા છે કે, 5G ટેક્નોલોજી ટેલિકોમ સેવા આધારિત રોલ આઉટ કરવા માટે મિડ અને હાઈ બેન્ડ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરશે, જે વર્તમાન 4G સેવાઓ કરતાં લગભગ 10 ગણી વધારે હશે.

Related articles

Recent articles