Tech News : રાજકોટમાં પત્રકાર અનિરૂધ્ધ નકુમના એક અહેવાલ બાદ પોલીસ ફરિયાદ થતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. માટે રાજકોટના પત્રકાર (Journalist) આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા પત્રકારોના ટોળા પોલીસ સ્ટેશન અને સબંધિત કચેરીઓ પર પહોંચ્યા હતા. જેના કારણે પત્રકારોમાં ચર્ચા જાગી હતી કે પત્રકારોની કલમ પર અંકુશ મેળવવાનો આ પ્રયાસ છે. ત્યારે આપણે અહિં પત્રકારોની સરકારી એજન્સીઓ દ્વારા થતી જાસૂસી (Spying) થયાની કેટલીક કહાની સાંભળવા મળી તેની ચર્ચા કરવી છે.
એક જમાનો હતો જ્યારે જાસૂસી માટે ચોક્કસ માણસની પાછળ જેમ્સ બોન્ડની (કલ્પના માટે દેશી નામ રાજેશ, જીજ્ઞેશ પણ લગાવી શકાય) કોઈ પણ ફિલ્મની જેમ જાસૂસ લગાવવો પડતો. પરંતુ હવે આ કાર્ય માટે અલાયદા જાસૂસ નિમવાની જરૂર ભાગ્યે જ પડે છે. કારણ કે હવે ડિજિટલ વિશ્વ (Digital Word)નો જમાનો છે જેમાં જાસૂસી પણ ડિજિટલ રીતે થવા લાગી છે અને એટલી બારીક જાસૂસી થઈ શકે કે કોઈ કલ્પી પણ ન શકે.
પરંતુ આ જાસૂસીની ટેકનીકનો શિકાર પત્રકારો બનવા લાગે ત્યારે કલમ પર અકુંશ અને ભાટાઈ જેવા લેખનની મજબૂરી આવી પડતી હોય છે. પત્રકારોના મોબાઈલ સર્વેલન્સ (Mobile Surveillance) માં રાખી તેના સુત્રો સુધી પહોંચવું પણ સરળ થઈ જાય છે. આ સ્થિતીમાં પત્રકારોના સુત્રો પર પણ જોખમ આવી પડતું હોય છે.
આ સ્થિતીમાં પત્રકારો પર એક અદ્રશ્ય ભય પેદા કરી એજન્સીઓ અને સરકારો પોતાના ધાર્યા મુજબ કલમ ચલાવડાવી લેતા હોય છે. વળી ટેકનોલોજીના જમાનામાં પત્રકારો ખુબ ઓછી ટેકનીકલ જાણકારી સાથે ડિજિટલ ગેજેટ્સ અને મોબાઈલ ફોનનો ભરપૂર ઉપયોગ કરતા થયા છે.
પરંતુ ઓછું કે નહિવત ટેકનિકલ જ્ઞાન (Technical Knowledge) ધરાવતા મોટાભાગના પત્રકારો પાસે કોઈ એવું શસ્ર નથી કે જેનાથી તેઓ પોતાને અને પોતાના ખાનગી સુત્રોને જાસૂસીથી બચાવી શકે. વળી આ જાસૂસીને પકડી પાડવા માટે પણ કોઈ હથિયાર પત્રકારો પાસે ઉપલબ્ધ નથી હોતું. જેથી ભારત સિહત વિશ્વના ઘણા દેશોના પત્રકારો અને ટેકનોલોજીના જાણકાર આ ખતરાને મોટા પડકાર તરીકે જોઈ રહ્યાં છે.
સ્પષ્ટતા સાથે ઉલ્લેખ છે ક રાજકોટ શહેર પોલીસ કે પત્રકાર અનિરૂધ્ધ નકુમ પર થયેલી ફરિયાદના મામલાને આ લેખ સાથે કોઈ લેવા-દેવા નથી. ઉપરાંત દેશની કે રાજ્યની સરકારી એજન્સી કે પોલીસ આ પ્રકારે ગેરકાયદેસર રીતે પત્રકારોનું સર્વેલન્સ ન જ કરે માટે તે બાબતે પણ ભરોસો રાખવો.
વધુ વાંચો- મુસાફરનો ભુલાઈ ગયેલો મોબાઈલ પરત કરતા ભાવનગર રેલવે ડિવિઝનના કર્મચારી
વધુ વાંચો- એક ફરિયાદની તપાસમાં વેરાવળ સિટી પોલીસે 339 ગુનાનો બેદ ઉકેલ્યો: ગીર સોમનાથ