Car News in Gujarati ઓટોમોબાઈલ : કાર નિર્માતા કંપની KIAની કારોને ભારતમાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે, પછી તે KIA સેલ્ટોસ [Kia Seltos] હોય કે KIA સોનેટ [Kia Sonet]. લાંબા સમયથી, એવા અહેવાલો હતા કે Kia ભારતમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર Electric car, Kia EV6 પર કામ કરી રહી છે. લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી કે KIA તેની EV ક્યારે લાવશે. આખરે તે સમય આવી ગયો છે કારણ કે Kia એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે કંપની 2 જૂને Kia EV6 ને ભારતીય બજારમાં લાવવા જઈ રહી છે.
Kia EV6 ભારતીય બજારમાં સેલ્ટોસ, કાર્નિવલ, સોનેટ [Seltos, Carnival, Sonet] અને કેરેન્સ [Carens] પછી KIAની પાંચમી કાર હશે. જો કે, Kia EV6 ભારતમાં Kiaની પ્રથમ ઇલેક્ટ્રિક કાર હશે. ચાલો જાણીએ Kia EV6માં શું ખાસ આપવામાં આવ્યું છે અને તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન કેવા હશે. ભારત Indiaમાં આવનારી Kia EV6 ને રીઅર વ્હીલ ડ્રાઈવ [Rear Wheel Drive] અને ઓલ વ્હીલ ડ્રાઈવ [All wheel drive] ફીચર [Feature] મળી શકે છે જે 77.4 kWh બેટરીથી સજ્જ હશે.
18 મિનિટના સિંગલ ચાર્જમાં 528 કિમી ચાલશે KIAની આ કાર Car News in Gujarati

ઉલ્લેખનીય છે કે, Kia EV6 પહેલાથી જ ગ્લોબલ માર્કેટ [Global Market]માં વેચાણ માટે ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય બજાર [International Market]માં ઓફર કરવામાં આવેલ મોડલ બે બેટરી પેકમાં આવે છે, જેમાં 58kWh યુનિટ અને 77.4kWh યુનિટ છે. જો કે, કંપનીએ ભારતમાં ઉપલબ્ધ થવાના મોડલને લગતા સ્પષ્ટીકરણો હજુ સુધી જાહેર કર્યા નથી.
Kia EV6 કિંમત KIA EV6 Price

કિંમતની વાત કરીએ તો ભારતીય બજારમાં Kia EV6ની કિંમત 55 લાખથી 60 લાખની આસપાસ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં શરૂઆતમાં Kia EV6ના માત્ર 100 યુનિટ્સ ઓફર કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે Kia EV6 ભારતમાં સંપૂર્ણ બિલ્ટઅપ (CBU) યુનિટ હેઠળ આવશે.
Kia EV6 ની વિશિષ્ટતાઓ KIA EV6 Specifications

રેન્જ વિશે વાત કરીએ તો, Kia EV6 એક ચાર્જ પર લગભગ 528 કિમીનું અંતર કાપી શકે છે. Kiaની નવી EV ભારતમાં બે ચાર્જિંગ વિકલ્પો સાથે આવી શકે છે. પહેલું 50KWનું ચાર્જર હશે, જે કારને 10 થી 80 ટકા સુધી ચાર્જ કરવામાં માત્ર 73 મિનિટ લેશે. તે જ સમયે, 350KW ચાર્જર માત્ર 18 મિનિટમાં કારને 10-80 ટકા સુધી ચાર્જ કરી શકે છે.
Kia EV6 ના ફીચર્સ KIA EV6 Features
અગાઉ જણાવ્યા મુજબ, Kia EV6 ભારતમાં આયાત કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિક કાર એર-કન્ડિશન્ડ ફ્રન્ટ સીટ, વાયરલેસ ચાર્જર, રેઈન સેન્સિંગ વાઈપર્સ અને ઘણી ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ્સ જેવી સુવિધાઓથી સજ્જ હશે.