Homeબિઝનેસરસપ્રદ: એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું, પણ હવે તેને ચલાવશે કોણ ?

રસપ્રદ: એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું, પણ હવે તેને ચલાવશે કોણ ?

-

Technology Business news in Gujarati : વિશ્વના સૌથી લોકપ્રિય માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ‘ટ્વિટર Twitter’ વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન ‘એલોન મસ્ક’એ ખરીદી લીધુ છે. પરંતુ આશંકાઓ સેવાઈ રહી છે કે એલોન મસ્ક ટ્વિટરના બોર્ડથી અસંતુષ્ટ છે. તેમને કેટલાક નિવેદનોમાં અસંતોષ વ્યક્ત પણ કર્યો છે. પરંતુ ટ્વિટર ખરીદી લેવાયાના પ્રથમ દિવસે જ આવેલા એક નિવેદન મુજબ, ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પરાગ અગ્રવાલ અને ચેરમેન બ્રેટ ટેલર હજુ પણ ટ્વિટરના કાર્યલયમાં જ છે. મતલબ કે તેઓ હાલ સુધી તો ટ્વિટર કંપની સાથે સંકળાયેલા છે, પણ આગળ રહે છે કે કેમ તે જોવું રહ્યું.

ટ્વિટર જે રીતે ચલાવવામાં આવતું હતું તેનાથી નવા માલિક એલોન મસ્ક ખુશ ન હતા. જ્યારે તેને ટ્વિટર ખરીદી કરી લીધુ છે તેની પહેલા જ તેમણે અસંતોષ પ્રગટ કર્યો હતો. જેના કારણે કંપની ખરીદતાની સાથે જ સંચાલનની બાગડોર પણ બદલાશે અને સંચાલકો પણ બદલાશે તેવી વાતો ચાલતી હતી. એવામાં એલોન મસ્ક અગાઉથી જ ‘ટેસ્લા’ અને ‘સ્પેસએક્સ’ કંપનીના CEO છે. માટે તેઓ ટ્વિટરમાં મહત્વની જવાબદારી ભરેલા પદ પર રહે તેવી શક્યતા વિશ્લેષકો નકારે છે.

કહેવાય છે કે એલોન મસ્કે ટ્વિટર ખરીદી અભિવ્ય્કિતની આઝાદીને પ્રોત્સાહિત કરવાની યોજના ઘડી છે. ટ્વિટરના સોદાની જાહેરાતના કલાકો પહેલા, એલોન મસ્કે ટ્વીટ કર્યું હતું કે, “મને આશા છે કે મારા સૌથી ખરાબ ટીકાકારો પણ ટ્વિટર પર હશે.” કારણ કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ એક જ છે.” એલોન મસ્કે બેઘર લોકોને આશ્રય આપવા માટે કંપનીનું હેડક્વાર્ટર ખોલવા અને પૈસા ચૂકવનારા વપરાશકર્તાઓ માટેની જાહેરાતો દૂર કરવા, તેમજ પ્લેટફોર્મની ઓથેન્ટિકેશનની પ્રક્રિયાને મજબૂત કરવા જેવા વિચારો રજૂ કર્યા હતા.

Business News in Gujarati: એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું પણ હવે તેને ચલાવશે કોણ ?

સાથે જ એલોન મસ્ક ટ્વિટર ખરીદી કરે તો CEO પરાગ અગ્રવાલને હટાવી શકે તેવી પણ ચર્ચા હતી. હવે જ્યારે એલોન મસ્કે ટ્વીટર ખરીદી જ લીધુ છે ત્યારે જો તેઓ પરાગને હટાવે તો તેમને ડિસ્ચાર્જ કરે તો રોયટર્સના અહેવાલમાં રિસર્ચ ફર્મ ઇક્વિલરને ટાંકીને જણાવ્યું છે કે જો અગ્રવાલને 12 મહિનાની અંદર ટ્વિટરમાંથી રજા આપવામાં આવશે તો કંપનીએ તેમને 42 મિલિયન ડોલરની રકમ ચૂકવવી પડશે.

ઇક્વલરના અંદાજથી અગ્રવાલના બેઝિક સેલરીમાં તમામ પ્રકારના અન્ય લાભો ઉમેરાય છે, જોકે ટ્વિટરના પ્રતિનિધિએ ઇક્વલરના અંદાજનો કોઇ પણ પ્રકારનો જવાબ આપવાનો ઇનકાર કરી દીધો છે.

Must Read