Homeગુજરાતગીર-સોમનાથ જિલ્લામાં ખેડૂતોને તૌક્તે વાવાઝોડાથી થયેલ નુકશાન અંગે આટલી રકમની કરાઈ ચૂકવણી

ગીર-સોમનાથ જિલ્લામાં ખેડૂતોને તૌક્તે વાવાઝોડાથી થયેલ નુકશાન અંગે આટલી રકમની કરાઈ ચૂકવણી

-

પરાગ સંગતાણી (Gir Somnath): ગીર-સોમનાથ જિલ્લામાં તૌક્તે વાવાઝોડાથી (tauktae cyclone) ગીરગઢડા, કોડીનાર અને ઉના તાલુકામાં ખેતી/બાગાયતમાં વ્યાપક નુકશાન થયેલ. રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં ખેડૂતોને થયેલ ખેતી/બાગાયત નુકશાનનો સર્વે કરવામાં આવ્યો હતો. ૩૮૦૮૪ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા રૂા. ૧૨,૫૮,૦૩૩ કરોડનું ચુકવણું કરવામાં આવેલ છે.

વેરાવળ તાલુકામાં ૮૪૦ ખેડૂત લાભાર્થીઓને રૂા. ૧.૮૦૬૯ કરોડ ૬૩૨ હેકટર, તાલાળા તાલુકામાં ૭૭૯૨ ખેડૂતોને રૂા. ૨૬.૭૩૬૭ કરોડ ૯૨૨૦ હેકટર, સુત્રાપાડા તાલુકામાં ૧૫૯૫ ખેડૂતોને રૂા. ૧.૬૨૦૪ કરોડ ૭૧૪ હેકટર, કોડીનાર તાલુકામાં ૭૦૦૮૯ ખેડૂતોને રૂા. ૧૩.૮૯૫૪ કરોડ ૬૫૨૨ હેકટરમાં, ઉના તાલુકામાં ૧૩,૨૨૮ ખેડૂતોને રૂા. ૫૫.૨૧૩૫ કરોડ ૧૧૪૫૫ હેકટર અને ગીરગઢડા તાલુકામાં ૭૫૪૦ ખેડૂતોને રૂા. ૨૬.૫૩૦૪ કરોડ ૯૪૮૧ હેકટર કુલ ૩૮૦૮૪ ખેડૂત લાભાર્થીઓને ખેતી/બાગાયત પાકોના નુકશાનના સહાય રૂપે રૂા. ૧૨૫.૮૦૩૩ કરોડ ચુકવવામાં આવ્યા છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વાઘમશીની યાદીમાં જણાવાયું છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...