Homeબિઝનેસએર ઇન્ડિયા થયું ટાટા ગ્રુપનું, સૌથી વધુ બોલી લગાવીને મેળવી માલિકી

એર ઇન્ડિયા થયું ટાટા ગ્રુપનું, સૌથી વધુ બોલી લગાવીને મેળવી માલિકી

-

એર ઇન્ડિયા થયું ટાટા ગ્રુપનું, સૌથી વધુ બોલી લગાવીને મેળવી માલિકી – tata group emerges winner of air india bid

એર ઇન્ડિયા 70 વર્ષ પછી ઘરે પરત ફરી રહી છે. ટાટા સન્સે સૌથી વધુ બોલી લગાવીને એર ઇન્ડિયા ખરીદી છે. હવે કંપની હસ્તગત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટાટા સન્સે સૌથી વધુ કિંમત મૂકીને બોલી જીતી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મંત્રીઓની પેનલે એરલાઇનનો કબજો લેવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે. રિપોર્ટ અનુસાર, સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. ટાટા ડિસેમ્બર સુધીમાં એર ઇન્ડિયાની માલિકી મેળવી શકે છે.

જો કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હજુ સુધી આની પુષ્ટિ કરવામાં આવી નથી.જો આવું થશે તો દેવામાં ડૂબેલ જાહેર ક્ષેત્રની એરલાઇન એર ઇન્ડિયા ફરી એક વખત ટાટા ગ્રુપના હાથમાં જશે. વાસ્તવમાં, એર ઇન્ડિયા માટે બોલી લગાવવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી. ટાટા સન્સ પણ આ એરલાઇન માટે બિડર્સમાં સામેલ હતી.

એરલાઇન 1932 માં શરૂ કરવામાં આવી હતી

JRD ટાટાએ 1932 માં ટાટા એર સર્વિસ શરૂ કરી હતી, જે આગળ જતા ટાટા એરલાઈન્સ બની અને 29 જુલાઈ 1946 ના રોજ તે પબ્લિક લિમિટેડ કંપની માં રૂપાંતરિત થઇ. 1953 માં સરકારે ટાટા એરલાઇન્સ હસ્તગત કરી એ પછી તે એક સરકારી કંપની બની. જો ટાટાએ બોલી જીતી લીધી હોવાની પુષ્ટિ થાય, તો લગભગ 70 વર્ષ પછી, એર ઇન્ડિયા ફરી એક વખત ટાટા ગ્રુપમાં આવશે.

કેન્દ્ર સરકાર સરકારી માલિકીની એરલાઇનમાં તેનો 100 ટકા હિસ્સો વેચવા માંગે છે, જેમાં એર ઇન્ડિયાનો AI એક્સપ્રેસ લિમિટેડમાં 100 ટકા હિસ્સો અને એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં 50 ટકા હિસ્સો સામેલ છે. 2007 માં ડોમેસ્ટિક ઓપરેટર ઇન્ડિયન એરલાઇન્સ સાથે મર્જર થયા બાદ એરલાઇનને નુકસાન થઇ રહ્યું છે. સરકાર વર્ષ 2017 થી એર ઇન્ડિયાનું વિનિવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારથી, ઘણા પ્રસંગોએ, પ્રયત્નો સફળ થયા નથી.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...