Homeહેલ્થપાલક સૂપ: સ્વાદિષ્ટ જ નહીં તંદુરસ્ત પણ છે; આ રહી રેસીપી

પાલક સૂપ: સ્વાદિષ્ટ જ નહીં તંદુરસ્ત પણ છે; આ રહી રેસીપી

-

Gujarati food recipe: Tasty and Healthy Palak soup | Satyamanthan Digital web.

  • ઘરે બનાવેલ પાલક સૂપ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ તંદુરસ્ત પણ છે, આ રહી રેસીપી

આપણે ભોજનમાં ઘણી વસ્તુઓનું સેવન કરીએ છીએ, પરંતુ એક વાત હંમેશા મનમાં ફરે છે કે જે વાનગી આપણે ખાઈ રહ્યા છીએ એ સ્વાદિષ્ટ હોવાની સાથે તંદુરસ્ત છે? શું તે આપણા સ્વાસ્થ્યને લાભ આપી શકશે? આવી ઘણી વાતો લોકોના મનમાં ચાલતી રહે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ મૂંઝવણ થી દુર રહીને કંઈક સ્વાદિષ્ટ તેમજ તંદુરસ્ત ખાવા માંગો છો? તો તમે પાલક સૂપનું સેવન કરી શકો છો. આ સૂપ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આપણા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક પણ છે. પાલકમાં જોવા મળતા કેલ્શિયમ, ક્લોરિન, આયર્ન, પ્રોટીન, ફોસ્ફરસ, સોડિયમ અને વિટામિન A અને C જેવા પોષક તત્વો તમને ઘણા ફાયદાઓ પહોંચાડવાનું કામ કરે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે મિનિટોમાં ઘરે પાલકનું સૂપ બનાવી શકો છો.

  • સૂપ બનાવવા માટે આ વસ્તુઓની જરૂર પડે છે.

– મેંદો
– દૂધ
– ક્રીમ
– પાલક
– પાણી
– મીઠું
– માખણ
– ડુંગળી
– મરી પાઉડર

  • સૂપ આ રીતે કરો તૈયાર

સૌ પ્રથમ પાલક લો અને તેને સાફ કરો.પલક તેમાંથી જાડી દાંડીઓ તોડી લો. હવે પાલકને સારી રીતે ધોઈ લો અને પછી એક વાસણમાં પાણી નાખો અને તેમાં પાલક નાખો. હવે તેને લગભગ 7-8 મિનિટ સુધી તેને ઉકાળો.

7-8 મિનિટ પછી તેને ગેસ પરથી ઉતારી લો. હવે જ્યારે પાલક ઠંડી થઇ જાય ત્યારે તેને બ્લેન્ડર અથવા મિક્સચર માં પીસી લો.

પછી એક પેનમાં માખણ ગરમ કરો અને તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને ધીમી આંચ પર તળો.

જ્યારે ડુંગળી બ્રાઉન થઈ જાય, ત્યારે તેમાં મેંદાનો લોટ ઉમેરો અને ધીમી આંચ પર ગરમ કરો.

આ પછી તેમાં દૂધ, મીઠું, મરી પાઉડર અને તૈયાર કરેલ પાલકની પ્યુરી ઉમેરો. પછી ધીમી આંચ પર લગભગ 3-4 મિનિટ સુધી ઉકાળો અને તમારુ પાલક સૂપ સંપૂર્ણપણે તૈયાર છે.

તમે આ પાલક સૂપ પીરસો ત્યારે વધુ સ્વાદ માટે તેની ઉપરથી ક્રીમ નાખી શકો છો.

Must Read