Homeગુજરાતમોરબીનકલી ચલણી નોટ મામલે રાજસ્થાન પોલીસે મોરબી જિલ્લામાંથી વધુ બે આરોપીની કરી...

નકલી ચલણી નોટ મામલે રાજસ્થાન પોલીસે મોરબી જિલ્લામાંથી વધુ બે આરોપીની કરી ધરપકડ

-

મોરબી ન્યુઝ : રાજસ્થાન પોલીસે ગતરોજ સોમવારે નકલી નોટના કેસની તપાસ માટે મોરબી જિલ્લામાં ધામા નાખ્યા હતા. રાજસ્થાન પોલીસ વાંકાનેર અને ટંકારા (Tankara)માં તપાસ કરતી હતી ત્યારે જ આશંકા વ્યક્ત કરાતી હતી કે નકલી ચલણી નોટ મામલે કોઈ આરોપીની ધરપકડ થઈ શકે છે. આશંકા મુજબ રાજસ્થાન પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.

રાજસ્થાન (Rajasthan)ના ચિત્તોડગઢના ગંગાવાર પોલીસ મથકમાં ટંકારાના જીવાપર ગામનો યુવક મિતુલ હેમંતભાઈ ડાકા અને રાજસ્થાની યુવક મહાવિરસિંગ બોલેરો કારમાં નકલી ચલણી નોટ સાથે પકડાયા હતા. પોલીસે તપાસ કરતા મિતુલે મોરબીથી નોટ લાવ્યા હોવાની કેફિયત આપી હતી.

વધુ વાંચો- હળવદમાં કારખાનામાં વેલ્ડિંગ કામ દરમિયાન વીજશોક લાગતા મજૂરનું મોત

જે મામલે રાજસ્થાનની ગંગવાર પોલીસ ગુજરાતના મોરબી જિલ્લામાં પહોંચી હતી. આરોપી મિતુલને સાથે લઈ મોરબીના ટંકારા તેમજ વાંકાનેરમાં રાજસ્થાન પોલીસ તપાસ કરી રહી હતી. પોલીસે મિતુલ 3,96,900ની નકલી ચલણી નોટ જે આરોપી પાસેથી લાવ્યો હતો તે આરોપી ઈરફાન ઉર્ફે ઈસ્માલ અલીભાઈ કડીવાર અને વચેટીયો એજાજ ઉસમાનભાઈ પરાસરાની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ હવે આરોપીએ નકલી ચલણી નોટ ક્યાં અને કેવી રીતે છાપી હતી તે મામલે તપાસ કરી રહી છે. પોલીસ આ તપાસ માટે ફરી ગુજરાતમાં આવી વધુ આરોપીની ધરપકડ કરે તેવી પણ શક્યાતાઓ છે.

જેથી રાજસ્થાન ગંગવાર પોલીસ દ્વારા આરોપી મિતુલને સાથે રાખીને મોરબી જિલ્લાના ટંકારા તેમજ વાંકાનેર તાલુકાના ગામમાં તપાસ હાથ ધરી હતી અને જેની પાસેથી નકલી 3,96,900 રૂપિયાની નોટ લઈ આવ્યો હતો તે ઈરફાન ઉર્ફે ઇસ્માઇલ અલીભાઈ કડીવાર (ઉ.વ.૨૯ રહે.ગામ અમરસર તા.વાંકાનેર જી.મોરબી) તેમજ મિતુલને ઈરફાન પાસેથી નકલી નોટ લેવડાવવામાં વચેટિયો એજાજ ઉસમાનભાઈ પરાસરા (ઉ.વ.૩૦ રહે.ગુલશન પાર્ક વાંકાનેર) વાળાની રાજસ્થાનના ગંગવાર પોલીસે ધરપકડ કરી રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે હવે આરોપીઓએ આ નકલી નોટ ક્યાં છાપી હતી તેવી અનેક વિગતો વધુ તપાસ બાદ જાણવા મળશે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...