Homeરાષ્ટ્રીયતાજમહેલનો વિવાદ ! જમીન જયપુરના શાસકની હતી: ભાજપ સાંસદ દિયા કુમારી

તાજમહેલનો વિવાદ ! જમીન જયપુરના શાસકની હતી: ભાજપ સાંસદ દિયા કુમારી

-

Taj Mahal Controversy : વિવાદ અને રાજકારણ બંને સાથે ચાલે તો જ સત્તા સુધી પહોંચી શકાય તેવું રાજકિય વિશ્વલેષકો માનતા હોય છે. એવો જ એક નવો વિવાદ તાજમહેલને લઈ સામે આવ્યો હોય તેમ જણાય છે. ભાજપના સાંસદ દિયા કુમારીએ MP Diya Kumari બુધવારે દાવો કર્યો હતો કે, તાજમહેલ જે જમીન પર બનાવ્યો છે તે જમીન મૂળરૂપે જયપુરના શાસક જયસિંહની હતી. તે જમીન મોગલ બાદશાહ શાહજહાંએ હસ્તગત કરી અને તાજમહેલ બનાવ્યો હતો. આ સાથે જ અલ્હાબાદ હાઈકોર્ટની એક અરજીને પણ સમર્થન કરતા તેમણે કહ્યું કે, તાજમહેલના સત્યશોધક તપાસ માટે માગણી કરવામાં આવી હતી. સત્ય, જે પણ હોય તે જોવા માટે 22 ઓરડાના દરવાજા ખોલવામાં આવે.

ભૂતપૂર્વ જયપુરના રાજવી પરિવારના Jaipur Royal Family કુમારીએ જણાવ્યું કે, જમીનના બદલામાં વળતર આપ્યુ હતું પણ તે કેટલું હતું. ભલે તે સ્વીકાર કર્યું હોય કે ન હોય, હું તે કહી નથી શકતી કેમકે અમારા પોથીખાનાના રેકોર્ડ્સનો મેં અભ્યાસ કર્યો નથી. પણ જમીન અમારા પરિવારની હતી અને તેને શાહજહાંએ હસ્તગત કરી હતી. સ્મારક બનાવવામાં આવ્યું તે પહેલા ત્યાં શું હતું તેની તપાસ થવી જોઈએ. જાણવાનો અધિકાર લોકોને છે.

જે તે સમયે ન્યાયતંત્ર ન હોવાથી કોઈ અપીલ કરી શકા નથી. માટે રેકોર્ડ તપાસ કર્યા બાદ જ બધુ સ્પષ્ટ થશે. “ભાજપના નેતાએ જણાવ્યું હતું. આ અરજીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આ એક માન્ય મુદ્દો છે કે ઓરડાઓ ખોલવા જોઈએ અને તપાસ થવી જોઈએ. “લોકોને ખબર હોવી જોઈએ કે ઓરડાઓને ત્યાં શા માટે બંધ કરવામાં આવ્યા છે. તાજમહેલ પહેલા કંઈ પણ હોઈ શકે છે, મંદિર હોઈ શકે છે. લોકોને એ જાણવાનો અધિકાર છે કે ‘મકબરા’ પહેલાં અસલમાં શું હતું.”

Taj Mahal Controversy તાજ મહાલની જમીન જયપુરના શાસકની હતી: ભાજપ સાંસદ

“શ્રીમતી કુમારીએ જણાવ્યું હતું. આ અરજી શનિવારે હાઈકોર્ટની લખનઉ બેન્ચની રજિસ્ટ્રીમાં ભાજપના અયોધ્યા એકમના મીડિયા પ્રભારી રજનીશ સિંહ દ્વારા દાખલ કરવામાં આવી હતી.

આ અરજી રજિસ્ટ્રી દ્વારા પસાર થયા પછી સુનાવણી માટે કોર્ટ સમક્ષ આવશે. રજનીશ સિંહે રવિવારે પીટીઆઈને જણાવ્યું હતું કે, “અરજીમાં, મેં માગ કરી છે કે સ્મારકના ઓરડાઓના 22 દરવાજા જે બંધ છે તે સત્ય જોવા માટે ખોલવા જોઈએ, તે ગમે તે હોય.”

Must Read