Homeબિઝનેસહવે Swiggy-Zomato સુવિધા બની શકે મોંઘી, GST કાઉન્સિલ કમિટીએ કહી આ વાત

હવે Swiggy-Zomato સુવિધા બની શકે મોંઘી, GST કાઉન્સિલ કમિટીએ કહી આ વાત

-

Swiggy – Zomato delivery App GST Council committee- 5 percent Tax: Business news in Gujarati

  • હવે Swiggy-Zomato માંથી ખોરાક મંગાવવો પડી શકે છે મોંઘો, GST કાઉન્સિલ કમિટીએ કહી આ વાત

આવનારા દિવસોમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી મોંઘી થઈ શકે છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે વિચારણા કરવામાં આવશે. કમિટીની ફિટમેન્ટ પેનલે ફૂડ ડિલિવરી એપને ઓછામાં ઓછા 5 ટકા GSAT ના દાયરામાં લાવવાની ભલામણ કરી છે. આવી સ્થિતિમાં, સ્વિગી, ઝોમેટો વગેરેમાંથી ખોરાક મંગાવવો મોંઘો પડી શકે છે. જીએસટી કાઉન્સિલ કમિટીની બેઠક શુક્રવારે મળશે. આ અંગેની ચર્ચા પણ બેઠકના એજન્ડામાં ઉમેરવામાં આવી છે.

જીએસટી કાઉન્સિલની બેઠક શુક્રવારે લખનઉમાં યોજાવાની છે. અત્યારે સરકારને સિસ્ટમને કારણે ટેક્સમાં 2 હજાર કરોડ રૂપિયાના નુકસાન વિશે કહેવામાં આવ્યું છે. જીએસટી કાઉન્સિલની ફિટમેન્ટ પેનલે ભલામણ કરી છે કે ફૂડ એગ્રીગેટર્સને ઈ-કોમર્સ ઓપરેટર તરીકે ગણવામાં આવે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક 17 સપ્ટેમ્બરે યોજાવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલમાં રાજ્યોના દરેક નાણાં પ્રધાનો પણ સામેલ છે. કાઉન્સિલની બેઠક શુક્રવારે લખનઉમાં મળવાની છે. જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠક 12 જૂને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળી હતી.

આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી ઓછુ કરવા પર વિચાર થઈ શકે છે. આ બેઠકમાં, અન્ય બાબતોની સાથે, કોવિડ -19 સંબંધિત આવશ્યક ચીજવસ્તુઓ પર રાહત દરોની સમીક્ષા કરી શકાય છે.

નાણાં મંત્રાલયે તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે ઓગસ્ટમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન રૂ. 1.12 લાખ કરોડથી વધુ હતું. એક વર્ષ પહેલા ઓગસ્ટ મહિનાની સરખામણીમાં તેમાં 30 ટકાથી વધુ વધારો નોંધાયો હતો.

Must Read