Gujarati News Live : શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી (Swami Swarupananda Sarasvati)નું 99 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. સ્વામી સ્વરૂપાનંદનનું અવસાન (Death) આજરોજ 11 સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશના નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમ ખાતે થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મધ્યપ્રદેશના પરમહંસી ગંગા આશ્રમ ખાતે બપોરે 3:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. 99 વર્ષના સ્વામી સ્વરૂપાનંદ ગુજરાતના દ્વારકા મઠના તેમજ જ્યોર્તિમઠ બદ્રીનાથના શંકરાચાર્ય હતા. ગત 2 સપ્ટેમ્બરના રોજ સ્વામી સ્વરૂપાનંદનો 99 જન્મદીન ઉજવાયો હતો.
વિડીયો– પોલીસ ગ્રેડ પેની માગણીમાં સફળતા કેમ નહીં ? આવું કેમ ?
ઉલ્લેખનીય છે કે, સ્વામી સ્વરૂપાનંદ દેશની આઝાદીની લડાઈમાં પણ પોતાનું યોગદાન આપી ચૂક્યા છે. આઝાદીના આંદોલન સિવાય રામમંદિર નિર્માણને લઈ તેઓ દ્વારા લાંબી કાયદાકીય લડત પણ લડવામાં આવી હતી.
માત્ર 9 વર્ષની ઉંમરે ઘર ત્યાગ કરી ધર્મ યાત્રા પર નીકળેલા સ્વામી સ્વરૂપાનંદ વર્ષ 1942 માં ક્રાંતિકારી સાધુ તરીકે પણ આગળ આવ્યા હતા. ઉત્તરપ્રદેશના કાશી તેમજ શ્રી સ્વામી કરપાત્રી મહારાજ પાસે વેદ-વેદાંગ અને શાસ્ત્રોના ગહન અભ્યાસ બાદ અંગ્રેજી હકૂમતના શાસન સામે પણ લડાઈ લડવામાં સામેલ થયા હતા.
મઢડા સોનલધામના બનુ મા સ્વર્ગે સિધાવ્યા,જાણો માતાજીનો ઈતિહાસ