Exclusive Gir Somnath (Verval-Patan) : દેશમાં સત્તામાં બેઠલા નેતાઓ અને સરકારી બાબુઓ રાજાપાઠમાં જીવે છે એટલે કદાચ “હું સુખી તો જગ સુખી” જેવો વિચાર ધરાવતા હશે. કારણ કે જો એવા વિચાર ન ધરાવતા હોય તો એક અરજદાર વેરાવળ પાટણ નગરપાલિકાથી (Veraval Patan Nagarpalika) માંડી પ્રધાનમંત્રી સુધીના લોકોને ત્રણ-ત્રણ વર્ષથી તેવુ બને નહીં. આ પ્રજાના નેતાઓ અને સરકારના બાબુઓની સાહેબી ભોગવવાનું જ પરિણામ છે તેવું કહી શકાય. ગીર સોમનાથના એક જાગૃત નાગરિકની પીડા છે જેમાં તેઓ, કાગળીયા લખી લખી થાક્યા પણ સરકાર અને તંત્રના મનમાં નથી.
Veraval Patan Nagarpalika જાગૃત મહિલાએ 67 અરજીઓ કરી છતાં સ્વચ્છતા ન આવી
એક તરફ પ્રધાનસેવક મોદી અને તેમના પક્ષના મુખ્યમંત્રીઓ સ્વચ્છ્તાના બરાડા પાડી રહ્યા છે, કરોડો રૂપિયાના આંધણ મુકી સ્વચ્છતા અભિયાનના તાયફા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા શું છે એ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારની આ ઘટના જણાવે છે. જેમાં આશા ચાવડા નામના મહિલા અરજદાર છેલ્લા ચાર વર્ષમાં નગરપાલિકાથી લઈ પ્રધાનસેવક (પી.એમ.) સુધી ગંદકી ફેલાવતી ખુલ્લી ગટરો બાબતે રજૂઆતો કરતા ફરી રહ્યા છે. પરંતુ આજ સુધી ન તો તેમના સુધી પ્રધાનસેવક મોદીનું સ્વચ્છતા અભિયાન પહોંચ્યું કે ન તો તંત્ર પહોંચ્યુ ન તો તેમના જ પક્ષના નેતાઓ સફાઈ કરતા ફોટા પાડવા ઝાડું લઈ પહોંચ્યા !
ગીર સોમનાથનાના એક જાગૃત મહિલા નાગરિક અરજદાર પોતાના વિસ્તારને ગંદકીમાંથી બહાર લાવી સ્વચ્છ ભારતનો હિસ્સો બનાવવા 67 જેટલી અરજીઓ કરી ચૂકયા છે. 3 વર્ષથી તેઓ નગરપાલિકાથી લઈ મુખ્યમંત્રી અને છેવટે પ્રધાનમંત્રીને પણ સ્વચ્છ ભારત મીશનની યાદ અપાવી રહ્યા છે. પણ આ એ નેતાઓનું અને સરકારી તંત્ર છે જેને કાર્ય કરવા કરતા ફોટો પડાવવાનું પસંદ છે. આ સમગ્ર ઘટના પર અભ્યાસ કરીએ તો અભ્યાસુઓને ‘દેશની અને રાજ્યની કથળેલી સિસ્ટમમાં અરજદારોને પડતી મુશ્કેલી અને તેનું કાગળ પર નિવારણ’ વિષય પર પી.એચ.ડી. કરવાનું મન થઈ જાય તેમ છે.
Veraval Patan Nagarpalika પર 24 કલાકમાં અરજી નિકાલનું પાટીયું

જાગૃત નાગરિક આશાબેન ચાવડાની રજૂઆતો પ્રમાણે પાટણ-વેરાવળના વિસ્તારો તપેશ્વર મંદિર પાસે, શંભુરાણી એપાર્ટમેન્ટથી તપેશ્વર મંદિર, રવિ આર્કેડ એપાર્ટમેન્ટ, જાગૃતિ ટ્રેઈલરથી કાવેરી એપાર્ટમેન્ટ, જેઠવા ભુવન ઘરની બાજુની અંદરની નાની શેરી, શંભુરાણી એપાર્ટમેન્ટ બાજુની લાંબી શેરીમાં ‘સ્વચ્છ ભારતના યુગમાં’ આજે પણ ખુલ્લી ગટરોનું સામ્રાજ્ય છે. ભૂગર્ભ ગટર બનવાના કામ બાદ પણ ખુલ્લી ગટરોના ધોરીયા વહી રહ્યા છે, તેમજ ધોરીયા પાપે ગંદકીના સામ્રાજ્યમાં જનતા જીવવા મજબૂર છે. આમ આ ઘટના પરથી સમજ શકાય છે કે પાટણ-વેરાવળ નગરપાલિકા અને સરકારી તંત્ર કુંભકર્ણનિંદ્રામાં પોઢી રહ્યું છે.

આ બાબતે સ્તયમંથનના તંત્રીએ વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પીયુષ ફોફંડી સાથે વાત કરતા સૌ પ્રથમ તો તેઓ બાબતે અજાણ હોવાનો ડહોળ કરતા જોવા મળ્યા હતા, બાદમાં તેમણે સ્વિકાર્યુ કે બહેને ટ્વિટર મારફતે કરેલી ફરિયાદ બાદ પગલા લીધા છે. પરંતુ તે પગલા અરજદારના કથન મુજબ ક્યાંય દેખાયા નથી, માટે નગરપાલિકા તંત્ર દ્વારા લેવાયેલા નિષ્ફળ છે તેમ કહી શકાય.

સત્યમંથનના તંત્રી સાથે ટેલિફોનિક વાત કર્યાના 2 દિવસ બાદ ફરીથી પીયુષ ફોફંડીનો સંપર્ક કરતી તમને સવાલ કરતા તેઓ જણાવે છે કે, તેમણે હજુ ચાર્જ સંભાળ્યાના 5 મહિના જ થયા હોય ત્રણ વર્ષથી ચાલતી ઘટનાની ખબર ન હોય માટે કશું કહી ન શકાય. ત્યારે સવાલ એ પેદા થાય છે પીયુષ ફોફંડીને 5 મહિના ટૂંકા લાગતા હશે કે તેમને કાર્યકાળની પણ મર્યાદા હોય છે તેનો જ ખ્યાલ નહીં હોય ?
હવે જોવાનું રહ્યું કે પાટણ-વેરાવળ નગરપાલિકાના પ્રજાના મતથી 5 વર્ષ માટે ચૂંટાયેલા 5 મહિના જૂના નગરપાલિકા પ્રમુખ, મુખ્યમંત્રી અને સબંધિત તંત્ર તેમજ સ્વચ્છ ભારત મીશનના કરોડોના આંધણ મુકતા પ્રધાનમંત્રી કોઈ નક્કર કાર્યવાહી કરે છે કે કેમ, જ્યાં સુધી નક્કર પગલા લઈ ગટરોના ધોરીયા દુર ના થાય ત્યાં સુધી સ્થાનિક રહેવાસીઓ મત આપી આળસુ પ્રતિનિધિ ચૂંટવાની સજા ગંદકીમાં રહી ભોગવશે.
અહેવાલ – શૈલૈષ નાઘેરા વેરાવળ (ગીર સોમનાથ)