Homeગુજરાતસુત્રાપાડાના નવાપરા વિસ્તારમાં રૂ. ૧૫,૬૪૦ના મુદ્દામાલ સાથે જુગારીઓ ઝડપાયા

સુત્રાપાડાના નવાપરા વિસ્તારમાં રૂ. ૧૫,૬૪૦ના મુદ્દામાલ સાથે જુગારીઓ ઝડપાયા

-

જુગારીઓ પાસેથી રૂ. 15,640 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સુત્રાપાડા પોલીસે આરોપીઓ સામે જુગાર ધારા 12 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવિક શુદ્રા (સુત્રાપાડા) : વેરાવળ વિભાગના માર્ગદર્શન હેઠળ જુગાર રમતા ઈસમો ઉપર કડક કાર્યવાહી કરવા અને જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા અને જુગારીઓને ઝડપી કાર્યવાહી કરવાના સૂચન મુજબ ગોરખમઢી ગામે નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

જુગારીઓ પાસેથી રૂ. 15640 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સુત્રાપાડા પોલીસે આરોપીઓ સામે જુગાર ધારા 12 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં સુત્રાપાડા સબ ઇન્સ્પેક્ટર એ.એમ.હેરમા, એ.એસ.આઈ ધર્મેન્દ્રસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ ગાધે, પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ રજનીભાઇ મોરી તેમજ પોલિસ કોન્સ્ટેબલ સુભાષભાઈ વાળા અને સ્ટાફના માણસો સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા ને બાતમી હકીકતના આધારે ગોરખમઢી ગામે નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા લોકોને રૂપિયા ૧૫,૬૪૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. સુત્રાપાડા પોલીસ દ્વારા આરોપી સામે જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Must Read