Homeગુજરાતસંભવીત કોરોનાની ત્રીજી લહેર પહેલા સુત્રાપાડામાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ, ધારાસભ્ય બારડે કર્યું...

સંભવીત કોરોનાની ત્રીજી લહેર પહેલા સુત્રાપાડામાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ, ધારાસભ્ય બારડે કર્યું લોકાર્પણ

-

ભાવિક શુદ્રા (સુત્રાપાડા): સુત્રાપાડા (Sutrapada) તાલુકામાં લોકોને મહામારી સમયે તકલીફ ન પડે માટે ઓક્સિજન પ્લાન્ટ(Oxygen plant)સ્થાપવામાં આવ્યો છે. સુત્રાપાડા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રને(PHC center) ધારાસભ્ય ભગવાનભાઈ બારડે (Mla Bhagvanbhai Barad) ગ્રાન્ટમાંથી 1.25 લાખ લીટર કેપેસિટી ધરાવતા પ્લાન્ટ માટે રૂપિયા 25 લાખ ફાળવ્યા હતા. જે પ્લાન્ટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રને આજરોજ 1.25 લાખ લીટરની ક્ષમતા ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ મળ્યો છે. તાલાલા, સુત્રાપાડાના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડે આ પ્લાન્ટ માટે ધારસભ્યની ગ્રાન્ટમાં રૂપિયા 25 લાખ ફાળવ્યા હતા. જે પ્લાન્ટનું આજે ભગવાનભાઈ બારડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કોરોનાની બીજી લહેરમાં લોકોને ભારે ઓક્સિજનની તંગીનો સામનો કરવો પડ્યો હતો. જે તંગી સંભવીત ત્રીજી લહેરમાં ન પડે માટે આ પ્લાન્ટ શરૂ કરાયો છે. જેમાં સુત્રાપાડાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ જાદવ રામભાઇ જાદવભાઇ ભોળા વગેરે કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને તમામ કાર્યકર્તા અને ડોક્ટર્સને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તથા જી.એચ.સી.એલ ફાઉન્ડેશન દ્વારા ઓક્સીજન પાઇપલાઈન ફાળવવામાં આવ્યું હતું. જેમાં આજે જી.એચ.સી.એલ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને એનું પણ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Must Read