Homeગુજરાતહજારો લોકો સુધી પહોંચતા દૂધના પાત્રમાંથી દૂધ પીતા શ્વાનનો વિડીયો વાયરલ: સુરેન્દ્રનગર

હજારો લોકો સુધી પહોંચતા દૂધના પાત્રમાંથી દૂધ પીતા શ્વાનનો વિડીયો વાયરલ: સુરેન્દ્રનગર

-

સુરેન્દ્રનગર ન્યુઝ : ફૂડ સેફ્ટી મામલે સતર્ક રહેવું ખુબ જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ છતાં પણ કેટલાક બેદરકાર લોકો અને કેટલાક લેભાગુ તત્વો પૈસા માટે ખાદ્ય ચીજોમાં પણ ભેળસેળ કરતા હોય છે. પણ હાલમાં એક કથિત વિડીયો વાયરલ Video Viral થયો છે જેમાં બેદરકારી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

વાયરલ થઈ રહેલો કથિત વિડીયો સુરેન્દ્રનગર (Surendranagar)નો હોવાની માહિતી મળી રહી છે. જેમાં સુરેન્દ્રનગરના આદરીયાણા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોવાનું જણાવાય રહ્યું છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, શ્વાન દૂધ ભરેલા પાત્રમાંથી સીધો જ દૂધ પી (Dog Drink Milk) રહ્યો છે. આ તકે મંડળીમાં કર્મચારી પણ હાજર છે અને હજારો લોકો સુધી જે દૂધ પહોંચવાનું છે તેમાં શ્વાન સીધુ જ મોં મારી રહ્યું છે.

જૂઓ વાયરલ વિડીયો Video Viral

વધુ વાંચો- રાશન માટે ગરીબોને તિરંગો ખરીદવા મજૂબર કર્યા ? ભાજપ સાંસદે વિડીયો…

આમ શ્વાનના દૂધ પીવાના આ વિડીયોને કારણે લોકોમાં મંડળી પ્રત્યે રોષ ઉદભવે તે સ્વાભાવિક છે. લોકો મંડળીની બેદરકારી પર તપાસ કરી પગલા લેવાની માગણી કરી રહ્યાં છે. આ વિડીયોની પુષ્ટી સત્યમંથન કરી રહ્યું નથી પણ જો ખરેખર સોશિયલ મીડિયા પર લોકોનો દાવામાં સત્યતા હોય તો ભયંકર બેદરકારી છે તેમ કહી શકાય છે. પરંતુ સત્ય ઉજાગર ત્યારે થશે જ્યારે તંત્ર દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવશે.

વધુ વાંચો- ચોમાસુ પાક અંગે જૂનાગઢ કુષિ યુનિવર્સિટીના સૂચનો

Must Read