Homeગુજરાતપોલીસ જવાનની આત્મહત્યામાં એક વીડિયોનો ઘટસ્ફોટ, વાંચો સુસાઈડ નોટ...

પોલીસ જવાનની આત્મહત્યામાં એક વીડિયોનો ઘટસ્ફોટ, વાંચો સુસાઈડ નોટ…

-

ઘટસ્ફોટ : સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ (Video Viral)કરી કેટલાક સારા કાર્યો થાય છે, પણ સામે એટલા જ ખરાબ કૃત્યો પણ થાય છે. આજરોજ એક પોલીસ જવાનના મૃત્યુ કેસ સુસાઈડ નોટ મળી આવતા આત્મહત્યામાં પલટાઈ ગયો હતો. મળતા અહેવાલો મુજબ અંગત વીડિયો (Naked Video) વાયરલ થતા પોલીસ જવાને આત્મહત્યા કર્યા હોવાની વાત સુસાઈડ નોટમાં (Suicide note)લખી છે.

ઘટસ્ફોટ : પોલીસ જવાનની આત્મહત્યામાં વીડિયો જવાબદાર Suicide Case

તેમને પ્રધાનમંત્રી મોદીને સંબોધીત કરતા આ સુસાઈડ નોટ લખી હતી, જેમાં ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી પતિ-પત્નીના અંગત પળોના વીડિયો કેદ કરાયા હતા. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા કરવામાં આવ્યા હતા, આ ઘટનાને કારણે પોતે આત્મહત્યા કર્યાનું જણાવ્યુ છે.

સમગ્ર ઘટના એવી છે કે, દિપકસીંહ નરેન્દ્રસિંહ પરમાર નામના પોલીસ જવાને ગત 9 જાન્યુઆરીના રોજ આત્મહત્યા કરી હતી. સરા ખાતે આવેલા તેમના નિવાસ્થાને બનેલી આ ઘટનાની તપાસ માટે પોલીસે મૃતદેહ પી.એમ. માટે મોકલી આપ્યો હતો. આ દરમિયાન મૃતક જવાનના પિતાએ જણાવ્યું હતુ કે તેમને દિકરો નોકરીમાં મુશ્કેલી અનુભવે છે તેવો ફોન આવ્યો હતો. માટે તેએ જઈ પુત્રને ગાંધીનગર ખાતે થી વતન સરા ખાતે લાવ્યા હતા.  

આ ઘટનામાં પ્રથમ તો દિપકસિંહનું મૃત્યુ અકસ્માતે થયાની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ ગત રવિવારે જ્યારે મૃતક દિપકસિંહની સુસાઈડ નોટ પોલીસને હાથ લાગતા ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો. જેમાં મૃતકે આત્મહત્યાનું કારણ પોતાના પત્ની સાથેની અંગત પળોનો વીડિયો વાયરલ કર્યાનો ઉલ્લેખ કર્યો છે. જેને કારણે મૃતકે પોતાના મોતને વહાલું કર્યાનું જણાવ્યુ છે. ઉપરાંત તેમની સાથે આઈ.બી.માં જ ફરજ બજાવતા કેટલાક મહિલા અને પુરૂષ કર્મચારીના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.

તેમની સાથે જ આઈ.બી. ખાતે નોકરી કરતા ડી.કે.રાણા, ભારતીબેન અને એ.આઇ.ઓ. નિષાનું નામ લખતા તેમના ત્રાસથી અંતિમ પગલુ ભર્યાનું સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યાના અહેવાલો છે. સમગ્ર ઘટના મામલે પોલીસ વધારે ઊંડી તપાસ કરી રહી છે.

અક્ષર સહ સુસાઈડ નોટ આ પ્રકારે છે.

suicide note Gandhinagar IB policeman Sara Surendranagar suicide case naked Video viral fear
ઘટસ્ફોટ – મૃતક દિપકસિંહની કથિત આત્મહત્યા પહેલા લખાયેલી સુસાઈડ નોટ

જય માતાજી
પ્રતિશ્રી માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી, હું દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર હાલ ગામ સરા સરકારી દવાખાના ખાતે મારા માતા-પિતા પાસે આવેલો હતો. હું ગાંધીનગર ખાતે C.I.D. IBમાં ફરજ બજાવું છું. મને અને મારા પરિવારને હેરાન કરવા તથા મારી પત્નીના નગ્ન વીડિયો અને અમારા આખા ઘરમાં નેટવર્ક ફિટ કરી અમારી અંગત પળોનો વીડિયો ઉતારી વાઇરલ કર્યો છે અને મને માનસિક ત્રાસ આપે છે, જેનું નામ D.K.RANA. IBમાં ફરજ બજાવે છે. તેની સાથે ભારતીબેન તથા નિશા AIO મને મારી નાખવાની ધમકી તથા મારી પત્નીની અંગત પળો ઉતારેલી છે, જેથી હું આત્મ હત્યા કરું છું. – Parmar D.N

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...