HomeગુજરાતVideo: સુરેન્દ્રનગરના પાટડીમાં ચક્રવાત, 5 દિવસમાં બીજી ઘટના

Video: સુરેન્દ્રનગરના પાટડીમાં ચક્રવાત, 5 દિવસમાં બીજી ઘટના

-

પાટડી : સુરેન્દ્રનગર જિલ્લામાં ચક્રવાત (Surendranagar Cyclone)નો જાણે દૌર ચાલી રહ્યો હોય તેમ એક બાદ એક ચક્રવાતની ઘટના સામે આવી રહી છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગરના લખતરમાં ચક્રવાત દેખાયું હતું. આ ભયાવહ ચક્રવાતનો વિડીયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એવામાં આજરોજ પાટડી તાલુકામાં ચક્રવાત ત્રાટક્યાના અહેવાલો મળી રહ્યાં છે. અંગ્રેજી ફિલ્મોમાં દેખાતા સાયક્લોન જેવા ચક્રવાતનો વિડીયો Cyclone Video લોકોમાં કુતૂહલ જગાવી રહ્યો છે.

પાટડી તાલુકાના ગોરીયાવાડ ગામમાં ચક્રવાત ત્રાટક્યાના અહેવાલ મળી રહ્યાં છે. સાથે જ પાટડી (Patdi)ના કેટલાય વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયો હતો. સ્થાનિકોના મતે વંટોળીયા જેવું દેખાતું ચક્રવાત વંટોળીયા કરતા વિશાળ હતું. જોત જોતામાં જ આ ચક્રવાત આકાશમાંથી જમીન પર ઉતરતા જ ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. ભયાનક ચક્રવાતનો વ્યાપ જોઈ સ્થાનિકોના શ્વાસ અધ્ધર ચઢી ગયા હતા.

Watch Video: સુરેન્દ્રનગરના પાટડીમાં ચક્રવાત Surendranagar Cyclone

પાટડીમાં ચક્રવાતને પગલે હળવદમાં મોડી સાંજે ઝંઝાવાતી પવન ફૂંકાતા એક તબેલાને નુકશાન પહોંચ્યું હતું. તબેલાના શેડ પડવાના કારણે ગાય-ભેંસો શેડ નીચે દબાઈ ગઈ હતી. જોકે, તબેલાના શેડ નીચે દટાયેલી તમામ ભેંસોને મહામહેનતે આસપાસના લોકોએ બચાવી લીધી હતી. આ ભારે પવનથી ઠેરઠેર પતર ઊડવાની પણ ઘટના સામે આવી છે.

આ ઘટનાના દ્રશ્યો વિડીયો વાયરલ થતા ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં આવી ઘટનાઓ જૂજ નોંધાતી હોય છે.

વધુ સમાચાર વાંચો:

શિવસેના અલગ ચીજ છે, શિવસૈનિકો ભડકશે તો મહારાષ્ટ્ર ભળકે બળશે: રાઉત

કોના બાપની દિવાળી, RMCએ 12 લાખના ખર્ચે મહિલા કોલેજ અંડર બ્રિજ રંગી નાખ્યો

જેતપુરના રબારીકામાંથી જુગાર રમતા 8 આરોપી પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...