Surendranagar News સાયલા : સુરેન્દ્રનગરના સુદામડા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા હવામાં ફાયરિંગ થયાના અહેવાલ છે. સુદામડા ગામે અંગત અદાવાતને કારણે બે જૂથ વચ્ચે માથાકૂટ અને ઘર્ષણ સર્જાયું હતું. ધિંગાણા વચ્ચે એક ઘરમાં સુકી કડબના જથ્થાને આગ ચાંપી દીધાની ઘટના પણ નોંધાઈ છે. ધિંગાણામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસના ઘાડા ગામમાં ઉતારી દેવાતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે આજરોજ બે જૂથ વચ્ચે અથડામણ અને ફાયરિંગ થયા હતા. આજરોજ થયેલા આ ધિંગાણામાં ગભરૂભાઈ સગરામભાઈ મોગલ અને દેવાયતભાઈ નાગભાઈ ખવડ વચ્ચે બબાલ સર્જાઈ હતી. ભરડિયા અને ખાણના માર્ગને લઈને થયેલી બબાલ આખરે વિકરાળ સ્વરૂપ સુધી પહોંચી અને ધિંગાણામાં ફેરવાઈ ગઈ હતી. બે જૂથ આમને-સામને આવી ફાયરિંગ પણ કર્યા હતા. ગંભીર ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસ અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પહોંચ્યો હતો.
સુદામડામાં ધિંગાણું બે જૂથ વચ્ચે અથડામણ: સુરેન્દ્રનગર Surendranagar News
અજંપાભરી સ્થિતીમાં કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટકાવવા પોલીસે ગામ છાવણીમાં ફેરવી દીધું છે. ઘટનામાં કેટલાકને ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અંગત અદાવતમાં થયેલી જૂથ અથડાણ ફાયરિંગ સુધી પહોંચી ગઈ અને એક ઘરમાં રહેલી સુકી કડબને પણ સળગાવી દેવામાં આવી હતી. તંગદીલીના માહોલનું કારણ ખનીજ અને ખનીજના ખાડા હોવાનું માનવામાં આવે છે.