35 C
Ahmedabad

લખતરમાં ચક્રવાત ! 18 વીજળીના થાંભલા ઉખડ્યાં 12 ગામનો વીજ પુરવઠો પ્રભાવીત

Published:

Lakhtar Taluka wind whirl Video Viral : સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના લખતર તાલુકના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામની આસપાસ મોટું ચક્રવાત જોવા મળ્યું હતું. ભયાવહ ચક્રવાતને પગલે લોકોમાં ડર સાથે કુતૂહલ જોવા મળ્યું હતું. લખતર તાલુકાના કેટલાક વિસ્તારમાં ચક્રવાતની આફત ત્રાટકી પડી હતી તેનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ બન્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાની આ ઘટના છે. લખતરના અમૂક વિસ્તારમાં ભયાવક ચક્રવાત જોવા મળ્યું હતું. ચક્રવાતના કારણે વીજળીના પોલ ધરાશાયી થયા છે. પરિણામે વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામની આસપાસના કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ પણ થઈ છે.

લખતરમાં આવેલા ચક્રવાતનો વિડીયો

surendranagar lakhtar tornado wind whirl video viral Gujarat monsoon

સ્થાનિકોના મતે વંટોળીયા જેવું લાગતું આ ચક્રવાત વંટોળીયા કરતા ઘણું વિકરાણ હતું. જોતજોતામાં જ વિશાળ ચક્રવાત આકાશમાંથી મંડરાતું નીચે ઉતરતા કુતૂહલ ડરમાં પરિવર્તન પામ્યું હતું. થોડી મીનિટો માટે તો આફત તબાહી સર્જીને જ જશે તેવી કલ્પના આવતા લોકોમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું.

શક્તિશાળી ચક્રવાતે કાચા મકાનોના છાપરા અને નળીયા ઉડાવી દીધા હતા. જેના કારણે કાચા મકાનોને નુકશાન પહોંચ્યું છે. ચક્રવાતના કારણે થયેલી ઉથલપાથલમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની નોંધાઈ નથી. પરંતુ થોડી વાર માટે ચક્રવાતે ગ્રામજનોના શ્વાસ અધ્ધર ચઢાવી દીધા હતા.

surendranagar lakhtar tornado wind whirl video viral Gujarat monsoon

ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 18 જેટલા વીજળીના પોલ ધ્વસ્ત થયા હોય 12 જેટલા ગામની વીજળી ગૂલ થઈ છે. વીજળીનો પુરવઠો પુનઃસ્થાપીત કરવા માટે પણ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. આ અંગે યુજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.બી.પટેલે જણાવ્યું હતું કે, લખતર તાલુકાના વિરમગામ યુજીવીસીએલના તાબામાં આવેલા તમામ ગામોને વીજપોલમાં ભારે નુકસાન થયું છે. સાથે લખતર તાલુકાના 12 ગામોને વ્યાપક અસર થઇ છે.

Related articles

Recent articles