Homeગુજરાતલીંબડીમાં સગા ભાઈએ બહેનની હત્યા કરી કુવામાં ફેંકી પણ આ રીતે પકડાય...

લીંબડીમાં સગા ભાઈએ બહેનની હત્યા કરી કુવામાં ફેંકી પણ આ રીતે પકડાય ગયો

-

લીંબડી : તાજેતરમાં જ સુરેન્દ્રનગરના લીંબડીમાં ભોગાવો નદીના પટમાં આવેલા કુવામાંથી એક યુવતીનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહને કુવામાંથી બહાર કાઢતા સામે આવ્યું કે,મોંઢાના ભાગે પ્લાસ્ટિકની થેલી અને હાથ-પગ કપડાના ટૂંકડાથી બાંધેલા હતા. પોલીસે મૃતદેહને તપાસ માટે પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યો હતો. જેમાં યુવતીને ગળે ટૂંપો દઈ હત્યા થઈ હોવાનું તારણ સામે આવ્યું હતું.

પ્રાથમીક તબક્કે કુવાના પાણીમાં ફુગાઈ ગયેલો મૃતદેહ બહાર આવતા ઓળખવો મુશ્કેલ હતો. પરંતુ પોસ્ટમોર્ટમાં ગળે ટૂંપો દઈ હત્યા કરવાનું ખુલતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મામલે તપાસ કરી લીંબડીના ખારાવાસમાં રહેતી નયના રાઠોડ ગુમ થયાની માહિતી સુધી પહોંચી હતી. આ મામલે પોલીસે પરિવારજનોને યુવતીને ઓળખ કરવા બોલાવ્યા હતા પણ ત્યાં યુવતીના ભાઈ દિનેશ રાઠોડ લાશને આળખવાથી ઈન્કાર કરી અજાણ બનવાનો ડહોળ કરતો હતો.

પોલીસને આ મામલે યુવતીના ભાઈ દિનેશ પર શંકા જતા પોલીસે કડક હાથે કરેલી તપાસમાં દિનેશ ભાંગી પડ્યો હતો. અને પોલીસ સમક્ષ સમગ્ર હત્યાની હકિકત કબૂલ કરી હતી.

આરોપી દિનેશે બહેનની હત્યા પાછલ તેણીના પ્રેમ સબંદને જવાબદાર ઠેરવ્યો હતો. ઉપરાંત તેની મૃતક બહેન પ્રેમી રોહિત સાથે ભાગી ગઈ હતી જે બાદમાં પરત પણ આવી ગઈ હતી. પરંતુ છતાં પણ પરિવારને શંકા હતી કે તેણી ફરી વાર રોહિત સાથે ભાગી શકે તેમ છે.

એવામાં પરિવાર ગત તારીખ 27 જૂનના રોજ લીંબજી લગ્ન પ્રસંગે ગયો હતો. દરમિયાન મૃતક યુવતી ઘરે જવા પરત નિકળી હતી ત્યારે તેણીનો ભાઈ દિનેશ પણ પાછળ ઘરે આવ્યો હતો. યુવતી ઘરે પહોંચી કબાટમાં કંઈક શોધી રહી હતી. જેથી ભાઈ દીનેશને સોનાના દાગીના લઈ તેની બહેન રોહિત સાથે ભાગી જસે તેમ લાગ્યું હતું. માટે તેણે દરવાજા બંધ કરી ટીવીનો અવાજ વધારી દઈ ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી.

બાદમાં મોડી રાત્રીના સમયે પ્લાસ્ટિકની બેગમાં મૃતદેહ ભરી અંધારામાં એક્ટિવા લઈ ભોગાવો નદીમાં આવેલા એક કુવામાં ફેંકવા ગયો હતો. પરંતુ કુવામાં લાશ તરીને બહાર ન આવે માટે મૃતદેહના હાથ-પગ બાંધી લાશને વજનદાર રેતી ભરેલી બેગ સાથે બાંધી દીધી હતી.  બીજા દિવસે દિનેશ તેની બહેનનું ભાવતા મન્ચુરીયન પણ કુવામાં નાખીને આવ્યો હતો. ઘરે નયના ન દેખાતા પરિવાર તેની શોધખોળ કરી હતી સાથે જ દિનેશ પર કોઈ ન શંકા ન જાય તે માટે તે પણ પરિવાર સાથે નયનાને શોધવા માટે નીકળી પડ્યો હતો. દિનેશ પોલીસ સમક્ષ હત્યાની કબૂલાત કરતાં તેને જેલના સળિયા તરફ ધકેલી દીધો હતો.

વધુ વાંચો- મોદી સરકારની બોરવેલ પર ટેક્સની પોલીસીનો ધારાસભ્ય અનંત પટેલે પત્ર લખી કર્યો વિરોધ

વધુ વાંચો- પરીક્ષાના લાઈવ CCTV જોઈ શકાય તેવી દેશમાં સૌ પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: મહત્વનો નિર્ણય

Must Read