Homeગુજરાતમુળી તાલુકાના સરા ગામે નિલકંઠ પેટ્રોલિયમમાં અસામાજિક તત્વોનો આતંક કેમેરામાં કેદ

મુળી તાલુકાના સરા ગામે નિલકંઠ પેટ્રોલિયમમાં અસામાજિક તત્વોનો આતંક કેમેરામાં કેદ

-

Today’s Gujarati News : સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં રહેવાસીઓ અસામાજિક તત્વોના ત્રાસથી ત્રાહિમામ છે. પોલીસની જાણે કોઈ ધાક ન હોય તેમ અસામાજીક તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એવામાં સરા ખાતે આવેલા નિલકંઠ પેટ્રોલિયમ પર હુલમો કરી આતંક મચાવતા અસામાજીક તત્વોનો વીડિયો સામે આવ્યો છે.

આજરોજ મુળી તાલુકાના સરા ખાતે આવેલા નિલકંઠ પેટ્રોલિયમ પર સવારે આઠ કલાકે અસામાજીક શખ્સો એ હુમલો કર્યો હતો. જેમાં સવારે 8 વાગ્યે કથિત રીતે મહાદેવ ગઠના માથાભારે શખ્સ દ્વારા પેટ્રોલ ભરાવી પૈસા આપવાની આના કાની કરી હતી. ઓપરેટરે પૈસા માગતા ઉશ્કેરાયેલા શખ્સે લોખંડનો પાઈપ લઈ હુમલો કર્યો હતો. જેમા શેરસીંગને હાથના ભાગે ફ્રેકચર કરી ઈજાઓ પહોંચાડી હોવાના અહેવાલ છે.

Video- મુળી તાલુકાના સરા ગામે નિલકંઠ પેટ્રોલિયમમાં અસામાજિક તત્વોનો આતંક કેમેરામાં કેદ

ઈજાગ્રસ્ત ઓપરેટરને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બાબતે મુળી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા અને સી.સી.ટી.વી. ફુટેજ માં સમગ્ર ઘટના કેદ થતાં ચકચાર મચી જવા પામી છે આગળ ની કાર્યવાહી પોલીસ કરી રહી છે સમગ્ર મુળી તાલુકાનાં ગામોમાં લુખ્ખાઓ નાં ત્રાસ થી મુક્ત કરાવે તેમ લોકો જણાવી રહ્યા છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....