Illegal Coal Mining મુળી તાલુકામાં કોલસાની ખાણનો કાળો કારોબાર મહિલા સરપંચની ફરિયાદ: Surendranagar
સુરેન્દ્રનગર : રાજ્યમાં બેફામ બનતા ખનીજ માફિયાઓ વિરૂધ્ધ તંત્ર દ્વારા એક ઝુંબેશ શરૂ કરવી પડે તેવી સ્થિતી છે. એવામાં મુળી તાલુકા ગઢડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિલાસબેને તેમના ગામમાં થતી ખનીજ ચોરી અંગે સુરેન્દ્રનગર કલેકટરને રજૂઆત કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાની વિવિધ ગામોમાં ખનીજ ભંડાર હોવાના કારણે ખનીજ માફિ Mineral mafiaઓ બેફામ બન્યા છે. ખનીજ માફિયાઓએ જાણે ગૌચરને પણ નહીં છોડવાનું નક્કી કર્યુ હોય તેમ મહિલા સરપંચ વિલાસબેનની ફરિયાદ પરથી જણાય છે. બેફામ ખનીજ ચોરોને Mineral Thieves અટકાવવા વિલાસબેને સુરેન્દ્રનગર કલેકટરને પત્ર લખી જાણ કરી છે.
વિલાસબેને રજૂઆત કરી છે કે, ગઢડા ગામની સરકારી ખરાબાની તેમજ ગૌચરની જમીનમાં સફેદ માટી અને કોલસા ખાણો Illegal Coal Mining ધમધમી રહી છે. આ મામલે અનેક રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા નથી.
મહિલા સરપંચે ગઢડા Gadhada Village Sarpanch ગ્રામ પંચાયતના લેટરપેડ પર લખેલી રજૂઆતમાં તંત્ર પાસે બે હાથ જોડી ગૌચર જમીન બચાવવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ કથિત ખનીજ માફિયા દ્વારા થતા ખનને કારણે ખેડૂતો અને પશુપાલકો પણ પરેશાન થઈ રહ્યાં છે.

સરપંચની ફરિયાદ મુજબ ખનીજ માફિયાઓ રાત્રીના સમયે સક્રિય બનતા હોય છે. તેઓ રાત્રીના સમયે ખનન કરી ખનીજ કાઢી લેતા હોય છે. રાત્રીના સમયે કારસ્તાન Scam થતું હોય તેને રોકવા મહિલા સરપંચ એકલા જવામાં ભય અનુભવે છે.
મહિલા સરપંચની ફરિયાદ પરથી સમજી શકાય છે કે મુળી તાલુકાના ખનીજ માફિયાઓ બેરોટોક કાળો કારોબાર ચલાવી રહ્યાં છે. માફિયાઓ રોકવા માટે નિમાયેલા તંત્રની ગેરજવાબદારીના પરિણામે જ આટલી મોટી ખનીજ ચોરી શક્ય બનતી હોય છે. ત્યારે મહિલા સરપંચના પતિ દ્વારા જાહેર કરાયેલા કથિત વિડીયામાં પણ કેવી રીત ખનીજ ચોરી કરતી કોલસાની ખાણો ધમધમે છે તે જોઈ શકાય છે.
મહિલા સરપંચની રજૂઆત બાદ પણ કેમ તંત્ર મૌન રહ્યું હશે તેનો જવાબ તંત્ર જ આપી શકે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓને રોકવામાં ન આવતા સરકારી તિજોરીને રોયલ્ટી (Government Royalty)નો ફટકો સહન કરવો પડે. રોયલ્ટી નહીં ભરી ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી કરતા તત્વો તંત્ર સાથે મિલીભગત વિના કેવી રીતે આટલું મોટું કારસ્તાન ચલાવી શકે ?
હાલ કોલસાની અછત હોય અને કોલસાની માંગ વધતી હોય કાળો કારોબાર પણ વધે તે સ્વાભાવિક છે. કોલસાના કાળા કારોબારમાં મોટી રકમ રળી લેવા માટે કેટલાક માફિયાઓ સક્રિય થયા હોયની ચર્ચા ગ્રામજનો કરી રહ્યાં છે. તાલુકા કક્ષાએ એવી પણ વાતો ચાલે છે કે રોજ 200 ટ્રક જેટલો કોલસો 20 ગેરકાયદેસર ખાણ મારફતે નિકળે છે અને રોયલ્ટી વિના વેચાણ પણ થઈ જાય છે. જો સ્થાનિક કક્ષાએ થતી ચર્ચામાં જરા પણ સત્ય હોય તો સુરેન્દ્રનગર તંત્રની કાર્યવાહી પણ મોટો સવાલ પેદા થાય તેમ છે. માટે તંત્રએ પોતાની છબીને સાફ રાખવા માટે ખનીજ માફિયાઓને નેસ્તો નાબુદ કરવા અને જેલ ભેગા કરવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે.
હવે સમાચાર આપના મોબાઈલ પર